Not Set/ રાજ્યમાં ડોક્ટરોની કમી, સ્કુલના વિદ્યાર્થીઓ “બાલ ડોક્ટર્સ” બનીને કરશે ઈલાજ, જુઓ

રાજ્યમાં તાજેતરની મેડિકલની વિપરીત પરિસ્થિતિ સામે આવી છે. ગુજરાતમાં નિષ્ણાંત ડોક્ટરોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. શહેરોને બાદ કરતા ગ્રામીણ ક્ષેત્રોમાં આ પરીસ્થિતિ વધુ કપરી બની છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ડોક્ટરોની કમીને પહોચી વળવા માટે નવી તરકીબ અપનાવવામાં આવી રહી છે. રાજ્યભરમાં હવે સ્કૂલોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ “બાલ ડોક્ટર્સ” બનીને સ્કુલ હેલ્થ પ્રોગ્રામ સંચાલિત કરવામાં […]

Top Stories
shri mirambika school naranpura ahmedabad schools 20u0w50 રાજ્યમાં ડોક્ટરોની કમી, સ્કુલના વિદ્યાર્થીઓ "બાલ ડોક્ટર્સ" બનીને કરશે ઈલાજ, જુઓ

રાજ્યમાં તાજેતરની મેડિકલની વિપરીત પરિસ્થિતિ સામે આવી છે. ગુજરાતમાં નિષ્ણાંત ડોક્ટરોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. શહેરોને બાદ કરતા ગ્રામીણ ક્ષેત્રોમાં આ પરીસ્થિતિ વધુ કપરી બની છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ડોક્ટરોની કમીને પહોચી વળવા માટે નવી તરકીબ અપનાવવામાં આવી રહી છે. રાજ્યભરમાં હવે સ્કૂલોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ “બાલ ડોક્ટર્સ” બનીને સ્કુલ હેલ્થ પ્રોગ્રામ સંચાલિત કરવામાં આવશે.

સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અરવલ્લી જીલ્લાના નવગામ સ્તિથ સરકારી સ્કુલમાં ધો. ૬માં અભ્યાસ કરતો કાજલ ભુપતભાઈ કાંત નામના વિદ્યાર્થીને આ પાઈલોટ પ્રોજેક્ટ માટે નોમીનેટ કરવામાં આવ્યો છે.

“બાલ ડોક્ટર્સ” સ્તેથોસ્કોપથી લેસ હશે 

સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, બાલ ડોક્ટર્સને સ્તેથોસ્કોપ આપવામાં આવશે તેમજ તેઓને આર્યુવેદિક દવાઓ પણ આપવામાં આવશે. જેથી તેઓ મેડિકલ સંબધી સમસ્યામાં ઉપચાર કરી શકે.