against CAA and NRC/ હવે સીએએ પર ભારતને અમેરિકા આપી રહ્યું છે જ્ઞાન

રિપોર્ટમાં કહ્યું કે સંવિધાનનું થઈ શકે છે ઉલ્લંઘન

Top Stories India
Beginners guide to 2024 04 22T164025.369 હવે સીએએ પર ભારતને અમેરિકા આપી રહ્યું છે જ્ઞાન

New Delhi News : અમેરિકા ,સસંદની એક સ્વતંત્ર તપાસ એજન્સી દ્વારા બહાર પડાયેલા રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે ભારતમાં આ વર્ષે લાગુ કરાયેલા નાગરિકતા સંશાધન અધિનિયમ (સીએએ)ના પ્રવધાનોથી ભારતીય સંવિધાનના કેટલાક અનુચ્છેદોનું ઉલ્લંઘન થઈ શકે છે. ભારતના 1955 ના નાગરિકતા અધિનિયમમાં સંશોધન કરીને આ વર્ષે માર્ચ મહિનામાં સીએએ લાગુ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (સીઆરએસ)ના ઈન ફોકસ રિપોર્ટમાં દાવો કરાયો છે કે સીએએના પ્રમુખ પ્રાવધાનોથી ભારતીય સંવિધાનના કેટલાક અનુચ્છેડનું ઉલ્લંઘન થઈ શકે છે. સીએએ અંતર્ગત 31 ડિસેમ્બર 2014 થી પહેલા ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ગેર મુસ્લિમ પ્રવાસીઓને નાગરિકતા મળશે. ભારત સરકાર અને અન્ય સમર્થકોએ દાવો કર્યો છે કે તેનો ઉદ્દેશ પૂરી રીતે માનવીય છે.

ભારત સરકારે સીએએ વિરૂદ્ધ કરેલી આલોચનાને રદ્દ કરતા કહ્યું કે તેને વોટ-બેંકની રાજનીતિનું નામ ન આપવું જોઈએ, જ્યારે તે સંકટમાં ફસાયેલા લોકોની મદદ માટે એક પ્રશંસનીય પગલું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ કાનૂનના વિરોધીઓએ ચેતવણી આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની હિન્દુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટી એક હિન્દુ બહુસંખ્યક, મુસ્લિમ વિરોધી એજન્ડાને આગળ વધારી રહી છે. જેનાથી ભારતને આધિકારિક રીતે ધર્મનિરપેક્ષ ગણરાજ્યનો દરજ્જો આપનારી છબી ખરડાય છે. સાથે જ તેનાથી આંતરરાષ્ટ્રીય માનવઅધિકારમાનદંડો અને દાયિત્વોનું પણ ઉલ્લંઘન થાય છે.

સીઆરએસની ત્રણ પાનાના ઈન ફોકસ રિપોર્ટમાં આરોપ લગાવ્યો છે કે ભારત સરકાર દ્વારા નિયોજીત રાષ્ટ્રીય નાગરિક નોંધણી (એનઆરસી) અને સીએએ કાનૂનથી ભારતા અંદાજે 20 કરોડ અલ્પસંખ્યકોના અધિકારોને ખતરો છ. સીઆરએસ રિપોર્ટે અમેરિકાની સંસદને જણાવ્યું કે વર્ષ 2019 માં અમેરિકાના રાજનયિકે સીએએ પ્રતિ ચિંતા વ્યક્ત કરી હતી.

જોકે તેનાથી ભારત અને અમેરિકાના સંબંધો પર કોઈ અસર નહી પડે. પષ્ચિમ બંગાળમાં એક ચૂંટમી રેલીમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતમાં સીએએ લાગુ થતા કોઈ નહી રોકી શકે. તેમણે કહ્યું કે સીએએ કોઈની નાગરિકતા છીનવી લેવા માટે નથી, પરંતુ તે ધાર્મિક આધાર પર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનથી વિસ્થાપિત લોકોને ભારતીય નાગરિકતા આપવાનો કાનૂન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો:ભાજપ કોંગ્રેસના 13થી 14 ઉમેદવારોના નામાંકન રદ કરવાનો પ્રયાસ કરશેઃ ગોહિલ