Not Set/ # Me Tooના લપેટામાં આવ્યા મોદી સરકારના આ મંત્રી, વિદેશ મંત્રીએ સાધી ચૂપકીદી

નવી દિલ્હી, દેશભરમાં યૌન શોષણ વિરુધ શરુ કરવામાં આવેલા #MeToo અભિયાનમાં બોલીવુડના અનેક કલાકારો પણ જાતીય સતામણીના આરોપો લાગી ચુક્યા છે, ત્યારે હવે આ મામલામાં રાજકીય નેતાઓ પર પણ દાગ લાગવા જઈ રહ્યો છે. બે વરિષ્ઠ મહિલા પત્રકારો દ્વારા મોદી સરકારમાં કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબર પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. વરિષ્ટ પત્રકાર […]

Top Stories India Trending
490930 mj akbar # Me Tooના લપેટામાં આવ્યા મોદી સરકારના આ મંત્રી, વિદેશ મંત્રીએ સાધી ચૂપકીદી

નવી દિલ્હી,

દેશભરમાં યૌન શોષણ વિરુધ શરુ કરવામાં આવેલા #MeToo અભિયાનમાં બોલીવુડના અનેક કલાકારો પણ જાતીય સતામણીના આરોપો લાગી ચુક્યા છે, ત્યારે હવે આ મામલામાં રાજકીય નેતાઓ પર પણ દાગ લાગવા જઈ રહ્યો છે.

બે વરિષ્ઠ મહિલા પત્રકારો દ્વારા મોદી સરકારમાં કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબર પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.

mj akbar modi # Me Tooના લપેટામાં આવ્યા મોદી સરકારના આ મંત્રી, વિદેશ મંત્રીએ સાધી ચૂપકીદી
national-xternal-affairs-minister-refuses-comment-allegationst-her-junior-minister-mj-akbar

વરિષ્ટ પત્રકાર પ્રિયા રમાનીએ સોમવારે ટ્વિટ કર્યું હતું કે, “અંગ્રેજી પત્રિકા વોગમાં “હાર્વે વિન્સિટન્સ ઓફ ધ વર્લ્ડ” નામના લેખમાં તેઓએ જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે તે એમ જે અકબર છે”.

જો કે કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દ્વારા જુનિયર મિનિસ્ટર લાગેલા આ આરોપો અંગે ચૂપકીદી શાધવામાં આવી છે.

પ્રિયા રામાનીએ જણાવ્યું હતું કે, “હોટલના એક રૂમમાં હું એ તેમનું ઇન્ટરવ્યુ લીધું હતું અને તેઓએ શરાબની ઓફર કરી હતી. ત્યારબાદ તેઓએ બેડ ઉપર તેઓની પાસે બેસવા માટે કહ્યું હતું.

આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, એમ જે અકબર અશ્લીલ ફોન કોલ્સ, મેસેજ અને ટિપ્પણી કરવામાં માહિર છે અને આ દરમિયાન તેઓએ હિન્દી ગીતો પણ ગાયા હતા.

જો કે હાલમાં નાઈજીરિયાના અબુજામાં આયોજિત ભારત-પશ્ચિમ આફ્રિકા સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે અને તેઓ બુધવારે પાછા ફરશે.

બીજી બાજુ સરકાર દ્વારા આ મામલે પ્રથમ પ્રતિક્રિયા મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી દ્વારા આપવામાં આવી છે અને તેઓએ તપાસ કરવાની વાત કહી છે.

મહત્વનું છે કે, #MeToo અભિયાનમાં એમ જે અકબર પહેલા મંત્રી છે, જેઓ વિરુધ જાતીય સતામણીના આરોપ લાગ્યા છે.