ઉનાળો ચાલી રહ્યો છે અને ગરમીમાં દિવસેને દિવસે વધારો ઝીંકાઇ રહ્યો છે. ત્યારે લોકો હેલ્થને લઇને ઘણા સચેત બન્યા છે. શું ખાવુ અને શું પીવુ તે હવે લોકો સમજી ગયા છે. જેવી સીઝન તેવી રહે ખાણી-પીણી. જો કે હાલમાં પડી રહેલી ગરમીમાં આપણે ગમે તેટલુ પણ પાણી પી લઇએ તો પણ તરસ સંતોષાતી નથી. ઘરે બેઠા હોઇએ તો કઇને કઇક ઠંડુ પીવાનું મન થયા કરે. ગરમી એટલી છે કે માત્ર ઠંડુ નહી પણ કઇક એવુ જોઇએ જે ઠંડક પણ પહોચાડે અને સાથે પાચનશક્તિમાં પણ વધારો કરે. ત્યારે અમે તમારા માટે લઇને આવ્યા છીએ ટેટી મિલ્ક શેકની રેસિપી.
ઉનાળો શરૂ થાય એટલે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જાય છે. ત્યારે ગરમીભર્યા આ વાતાવરણમાં શરીરમાં પાણીની માત્રા ઘણી ઓછી થઇ જાય છે. જેને બનાવી રાખવા માટે શરીરને વધુ પ્રમાણમાં રિફ્રેશમેન્ટ ડ્રિંક્સની જરૂર પડે છે. ત્યારે આજે જ તમારા ઘરમાં બનાવો આ ટેટી મિલ્ક શેક. જાણો તેની રેસિપી.
ઘરે જ બનાવી શકો છો ટેટી મિલ્ક શેક
દૂધ
|
2 કપ
|
ખાંડ
|
3 મોટી ચમચી
|
ટેટી
|
1 (કાપેલુ)
|
બદામ
|
4થી 5
|
પિસ્તા
|
5થી 6
|
ઈલાયચી પાઉડર
|
અડધી ચમચી
|
બરફનાં ટૂકડા
|
1 કપ
|
જ્યારે ટેટી અને દૂધ મિક્સ થઇ જાય ત્યારે તેમા બરફનાં ટૂકડા નાખી દો અને મિક્સર ઓન કરી દો, જેનાથી બરફ સારી રીતે મિક્સ થઇ જાય. હવે તેને એક મોટા સર્વિસ ગ્લાસમાં ભરી દો અને તેમા બદામ, પિસ્તા નાખી દો. હવે તૈયાર છે તમારો ટેટી મિલ્ક શેક. તમે પણ પીવો અને અન્યને પણ પીવડાવો.