Swine flu/ અમદાવાદમાં સ્વાઇન ફ્લુનો કહેર

અમદાવાદમાં સ્વાઇન ફ્લુનો કહેર છે. સ્વાઇન ફ્લુના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાલુ મહિનામાં એક જ દિવસમાં સ્વાઇન ફ્લુના 173 કેસ નોંધાયા છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 03 26T223415.404 અમદાવાદમાં સ્વાઇન ફ્લુનો કહેર

અમદાવાદઃ અમદાવાદમાં સ્વાઇન ફ્લુનો (Swine flu) કહેર છે. સ્વાઇન ફ્લુના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાલુ મહિનામાં એક જ દિવસમાં સ્વાઇન ફ્લુના 173 કેસ નોંધાયા છે. ગયા મહિનામાં સ્વાઇન ફ્લુના 110 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષે સ્વાઇન ફ્લુના 321 કેસ નોંધાયા હતા.

આ ઉપરાંત અમદાવાદમાં પાણીજન્ય કેસમાં પણ વધારો થયો છે. ઝાડા ઉલ્ટીના 562 કેસ, કમળાના 85 કેસ, ટાઇફોઇડના 204 અને કોલેરાના ચાર કેસ નોંધાયા છે. સિવિલમાં 26 દિવસમાં 15 નવા કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા પાંચ દર્દીમાંથી બે ઓક્સિજન પર છે. દાખલ દર્દીઓ 48થી 65 વર્ષની ઉંમરના છે. સિવિલમાં સ્વાઇન ફ્લુના પાંચ કેસ છે. આ ઉપરાંત કોવિડના બે દર્દી સારવાર હેઠળ છે.

અત્યાર સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 72 કેસ નોંધાયા છે. તેના લીધે રાજ્યના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. શિયાળામાં સ્વાઇન ફ્લુનું પ્રમાણ વકરે છે ત્યારે રાજ્યની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં રાજ્ય તથા રાજ્ય બહારના દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. રાજ્યમાં જાન્યુઆરીમાં સૌથી વધુ સ્વાઇન ફ્લુના કેસ નોંધાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પાર્ટી આજે PM મોદીના નિવાસ્થાનનો કરશે ઘેરાવો, પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જાહેર