Ahmedabad : અમદાવાદમાં પોલીસ બેડામાં ધરખમ ફેરફારો થયા છે. પોલીસ તંત્રમાં ઘણો બદલાવ આવ્યો છે. એક સાથે 51 પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી થતાં સમગ્ર બેડામાં ચર્ચા શરૂ થઈ છે.
અમદાવાદ પોલીસ કમિશ્નર બન્યા બાદ જી.એસ. મલિકે મોટા પાયે ફેરબદલીનો આદેશ કર્યો છે. શહેરમાં એક સાથે 51 પોલીસ ઈન્સપેક્ટરોની બદલી કરી દેતાં સમગ્ર તંત્રમાં સોંપો પડી ગયો છે. તે ઉપરાંત લિવરિઝર્વમાં રહેલા 28 ઈન્સપેક્ટરોને નિમણૂંક આપવામાં આવી છે. જ્યારે 150 ઇન્સ્પેક્ટરના સ્ટ્રેન્થમાં ત્રીજા ભાગના ઇન્સ્પેક્ટરો બદલીના હુકમોમાં આવી ગયા છે. જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી એક જ સ્થાન પર ચીપકી ગયેલા ઈન્સ્પેક્ટરોને વિદાય આપી દેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં ફોજદારી બદલીનો લીથો બહાર પડશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા 51 પી.આઇ.ની બદલી કરવામાં આવી છે. સોલા પીઆઈ જેબી અગ્રવાતને કે ટ્રાફિકમાં મોકલી દેવાયા છે. એમના ટ્રાફિકમાંથી આર. એચ સોલંકીને સોલા પોલીસનો હવાલો સોંપાયો છે. વી જે જાડેજાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બદલી કરી દેવાઈ છે. ચોધરીને વાસણમાંથી પીસીબીમાં ખસેડાયા છે. એલીસબ્રિજ પોલીસ સ્ટેશનના બીજી ચેતરીયાને ખસેડી એફ ટ્રાફિકમાં મોકલી દેવાયા છે. એક સમયે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલમાં કંટ્રોલ રૂમમાં ચાર્જ સંભાળતા જે.પી. જાડેજાને સીપી રીડર જેવી ક્રિમ પોસ્ટ મળી છે.
અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતાં નીચે જણાવેલ 51 પોલીસ ઇન્સ્પેક્ટરની વહીવટી કારણોસર તેમના નામ સામે જણાવેલ પો.સ્ટે./ શાખા ખાતે બદલી કરવામાં આવે છે. pic.twitter.com/EyxnP1cUBw
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) August 29, 2023
આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને
આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત
આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા
