Vadodara News: વડોદરાની મહાનગર પાલિકાની ખોરાક શાખા દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોના વિક્રેતાને ત્યાંથી ખાદ્ય સામગ્રીના નમુના પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા હતા, જેમાં 21 જેટલા નમુના સબ સ્ટાન્ડર્ડ સાબિત થતા આ પ્રકારના ખાદ્ય પદાર્થો કેમ કરીને આરોગવા એ અંગે નાગરિકોમાં દુવિધા ઊભી થઈ છે.
વડોદરા શહેરના લાખો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓની સામે પાલિકાની ખોરાક શાખા એ લાલ આંખ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વેચાણ થઈ રહેલા ખાદ્ય પદાર્થોના એકમોને ત્યાં ખોરાક શાખા દ્વારા ખાદ્ય પદાર્થોના નમુના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હતા. જેમાં નામાંકિત બ્રાન્ડ ધરાવતા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ પૈકી 21 જેટલા નમુના પૃથ્થકરણમાં નાપાસ થતાં આ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ઉપર અનેક સવાલો ઊભા થયા છે. પનીર, તેલ, બટર,આઇસ્ક્રીમ,ચટણી જેવા ખાદ્ય પદાર્થોના નમુના લીધા બાદ હવે પાલિકાના ખોરાક શાખા દ્વારા નમૂનાઓનું પૃથક્કરણ કર્યા બાદ તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં ખાધ્ય પદાર્થ સબસ્ટાર્ડ આવ્યા બાદ પાલિકાના ખોરાક શાખા દ્વારા આવા વિક્રેતાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરવામાં આવી રહ્યા હોવાનું ફલિત થાય છે.
પાલિકાના આરોગ્ય વિભાગનાના અધિકારીઓની મિલીભગત અને વ્હાલા દવલાની નીતિને કારણે અયોગ્ય અને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવો ખાદ્ય પદાર્થ વેચનારા વીક્રેતાઓને છૂટો દોર મળી જાય તેઓ પર કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી. પાલિકાના આરોગ્ય શાખાના ખોરાક વિભાગના અધિકારીઓ આજે નખ અને દાંત વગરના વાઘ સાબિત થયા છે. સરદાર એસ્ટટમાં આવેલા આઇસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે આ બહાદુર અધિકારીઓ પહોંચી ગયા હતા અને બે પ્રકારના આઈસ્ક્રીમના નમુના પૃથ્થકરણ માટે લીધા હતા જે નમુના સબ સ્ટાન્ડર્ડ હોવાનું સાબિત થયું છે.
અલબત્ત મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક કરવા માટે આ આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે પહોંચ્યું હતું જ્યાં પૂરતી સ્વચ્છતા સાથે આઈસ્ક્રીમ બનાવવામાં આવી રહ્યો હોવાનું નજરે પડ્યું હતું ચોક ખાઈ સાથે યોગ્ય ગુણવત્તા સભર આઈસ્ક્રીમ બનાવવાની કામગીરી આ યુનિટના મેન્યુફેક્ચર છેલ્લા 50વર્ષોથી કરી રહ્યા છે ત્યારે સવાલ એ થાય ખોરાક શાખા દ્વારા રેન્ડમલી આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે જેમાં નિર્દોષ અને સાચા મેન્યુફેક્ચરર ને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વડોદરા શહેરના નાગરિકોને ફૂડ પોઝિશનિંગ જેવા રોગોથી બચાવવા માટે ખોરાક શાખા તટસ્થ અને પ્રામાણિક કામગીરી કરે તે ઇચ્છનીય બન્યું છે.
આ પણ વાંચો:વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટીમ વડોદરા મેદાનમાં
આ પણ વાંચો:વડોદરામાં 6 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના
આ પણ વાંચો:વડોદરામાં પ્રવેશોત્સવમાં 34 લાખ રૂપિયાનું દાન, 14 વિદ્યાર્થીઓને શાળા છોડતા અટકાવાયા
