Vadodara News : વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટીમ વડોદરા મેદાનમાં આવી ગઈ છે.વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટમાં સિંચાઈ વિભાગ અને કોર્પોરેશનના ખર્ચમાં પણ મોટો તફાવત જોવા મળ્યો છે.ટીમ વડોદરા દ્વારા બોટ અને સેફટી ગાર્ડ પહેરીને અનોખો વિરોધ કરવામાંઆવ્યો હતો.
જેમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે સૂત્રોચાર કરી આવેદન પત્ર દ્વારા ભ્રષ્ટાચારની તપાસની માંગણી કરવામાંઆવી છે.કોર્પોરેશન અને સિંચાઈ એમ બંને વિભાગ વિશ્વામિત્રી નદીમાં 24 km ની કામગીરી કરી રહ્યું છે. કોર્પોરેશનએ 75 કરોડનો અને સિંચાઈ વિભાગે 25 કરોડનો ખર્ચ કર્યો હોવાના ટીમ વડોદરાએ આંકડા રજૂ કર્યા છે.
આ સંદર્ભે નિવૃત્ત જજની કમિટી બનાવી સમગ્ર પ્રકરણની તપાસ કરવા કરવાની માંગ ઉઠી છે.
આ પણ વાંચો:ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છમાં ડ્રોન વિસ્ફોટની શંકા
આ પણ વાંચો:આ કોઈ ફિલ્મી દ્રશ્ય નથી… કેરળના દરિયામાં સળગતું માલવાહક જહાજ, સતત વિસ્ફોટ
આ પણ વાંચો:ઈરાને ઈઝરાયલી સ્ટોક એક્સચેન્જ અને હોસ્પિટલને ઉડાવી દીધી, જેરુસલેમ સુધી સંભળાયા
