Not Set/ રવિ દહિયાની માતાએ ઓલિમ્પિકમાં સિલ્વર જીતવા પર કહ્યું – હું મારા દીકરાને કહીશ, ફરીવાર ગોલ્ડ મેડલ લાવે

મારા દીકરાનું મનપસંદ ડીસ ચુરમા છે,  તે આવશે ત્યારે હું તેને ખવડાવીશ. તેમણે કહ્યું કે તેમના પુત્રને  ખીર અને હલવો ગમે છે.

Top Stories Sports
online gamming 28 રવિ દહિયાની માતાએ ઓલિમ્પિકમાં સિલ્વર જીતવા પર કહ્યું - હું મારા દીકરાને કહીશ, ફરીવાર ગોલ્ડ મેડલ લાવે

રવિ દહિયા : હરિયાણાના સોનીપતના નાનકડા ગામ નાહરીના રવિ દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના નામે સિલ્વર મેડલ જીત્યો છે. જોકે, ગુરુવારે કુસ્તીની ફાઇનલમાં તે રશિયન ખેલાડી સામે હારી ગયો હતો. પરંતુ, રવિ દહિયાના સિલ્વર મેડલ જીત્યા બાદ માત્ર દેશની જનતા જ ખુશ નથી પરંતુ પરિવારના સભ્યો આ પરાક્રમ બાદ પરત ફરતા તેમનું સ્વાગત કરવા માટે રાહ જોઈ રહ્યા છે.

હું મારા દીકરાને કહીશ, ફરીવાર ગોલ્ડ મેડલ લાવે

રવિ દહિયાની માતા ઉર્મિલા દહિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ તેમના પુત્રને પરત આવતાં તેનું અદભૂત સ્વાગત કરશે. તેણે કહ્યું કે મારા દીકરાનું મનપસંદ ડીસ ચુરમા છે,  તે આવશે ત્યારે હું તેને ખવડાવીશ. તેમણે કહ્યું કે તેમના પુત્રને  ખીર અને હલવો ગમે છે.

સોનું ન લાવવાના નિરાશાના પ્રશ્ન પર, રવિની માતા એ કહ્યું કે તે તેના પુત્રને વધુ મહેનત કરવા માટે કહેશે. આગલી વખતે ચોક્કસપણે ગોલ્ડ લાવશે. તેમણે કહ્યું કે તેણે ઘરના સભ્યોને પણ કહ્યું કે નારાજગીનો કોઈ પ્રશ્ન નથી નેક્સ્ટ ટાઈમ મારો દીકરો ચોક્કસથી ગોલ્ડ મેડલ લાવશે.

રવિ દહિયા એક વર્ષથી ઘરથી દૂર છે

ઉર્મિલા દહિયાએ જણાવ્યું કે તેમનો પુત્ર લગભગ એક વર્ષથી ઘરથી દૂર છે. તેણે કહ્યું કે જ્યારે રવિ 10 વર્ષનો હતો, ત્યારે તે ઘરેથી કુસ્તીની તૈયારીમાં દિલ્હી જવા રવાના થયો હતો અને ત્યાં રહેતો હતો. તેણે આગળ કહ્યું કે તેનો દીકરો એકદમ સીધો છે અને તેણે દીકરાને તેના મનમાં જે આવે તે કરવાની પરવાનગી આપી હતી. રવિ દહિયાના સ્વભાવ વિશે બોલતા તેની માતાએ કહ્યું કે તે લોકો સાથે ખૂબ જ ભાગ્યે જ વાત કરતો હતો.

‘ખેડૂત-ખેતી બચાવો’ / ઉદ્યોગપતિઓ માટે કરોડો રૂપિયાના દેવા અને કરમાં રાહત જયારે ખેડૂતોનું દેવુ માફ કરવા સરકાર પાસે પૈસા નથી

પાકિસ્તાનમાં મંદિરની તોડફોડ / ભારત સરકારનું કડક  વલણ, વિદેશ મંત્રાલયે પાક હાઈ કમિશનના અધિકારીને બોલાવ્યા

ભાગીદારી / રિલાયન્સ બીપી મોબિલિટીની સ્વિગી સાથે  ભાગીદારી,  હવે ફૂડ ડિલિવરી ઇલેક્ટ્રિક વાહનો દ્વારા કરવામાં આવશે