Not Set/ અમદાવાદ/ અંજલી બ્રીજ પાસેથી 1 કરોડનાં સોનાંની લૂંટ કરી લૂંટારૂ ફરાર

અમદાવાદમાં 1 કરોડના સોનાની લૂંટ થયાની ઘટના સામે આવી છે. આમદાવાદનાં અંજલી બ્રીજ પર 2.5 કિલો સોનાની લૂંટ કરવમાં આવી છે. એક્ટીવા પર આવેલા શખ્સો દ્વારા આ લૂંટ ચલાવવામાં આવી છે. અને લૂંટારૂ લૂંટ ચલાવી આબદ રીતે ફરાર થઇ ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈથી વેપારી સોનું લઈને અમદાવાદ આવ્યો હતો. મુંબઇનો આ વેપારી માર્કેટીંગ […]

Top Stories Ahmedabad Gujarat
lootnew011 27 1532960475 330396 khaskhabar અમદાવાદ/ અંજલી બ્રીજ પાસેથી 1 કરોડનાં સોનાંની લૂંટ કરી લૂંટારૂ ફરાર

અમદાવાદમાં 1 કરોડના સોનાની લૂંટ થયાની ઘટના સામે આવી છે. આમદાવાદનાં અંજલી બ્રીજ પર 2.5 કિલો સોનાની લૂંટ કરવમાં આવી છે. એક્ટીવા પર આવેલા શખ્સો દ્વારા આ લૂંટ ચલાવવામાં આવી છે. અને લૂંટારૂ લૂંટ ચલાવી આબદ રીતે ફરાર થઇ ગયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈથી વેપારી સોનું લઈને અમદાવાદ આવ્યો હતો. મુંબઇનો આ વેપારી માર્કેટીંગ માટે આ સોનુ લઈને અમદાવાદ આવ્યો હતો. અમદાવાદનાં અંજલી બ્રીજ પરથી વેપારી પાસેથી લૂંટારૂ દ્વારા સોનાંની લૂંટ ચલાવવામાં આવી હતી અને બાદામાં એક્ટીવા પર આવેલા લૂંટારૂ હવામાં ઓગળી ગયા હતા. સમગ્ર મામલે હાલ વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘટનાનું સ્થળ પાલડી પોલીસ સ્ટેશનની હદમાં આવતું હોવાથી ફરિયાદીને પાલડી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને એન ડિવિઝનના એસીપી દિવ્યા રવીયા પણ તપાસના કામે લાગ્યાં હતાં. મળતી માહિતી મુજબ આ સોનાના વેપારી વિશાલા તરફ જઈ રહ્યા હતા ત્યારે શાસ્ત્રીનગર ચેક પોસ્ટ પાસે તેઓને પોલીસ દ્વારા ચેકીંગ માટે રોકવામાં આવ્યા હતા. તે સમયે વેપારીએ સોનુ અને તેની બિલ બતાવતા તેમને જાવા દેવાયા હતા.

હાલમાં તો આ સમગ્ર ઘટનાને પગલે પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે. કારણ કે અતિ વ્યસ્ત ગણાતા વિસ્તાર એવા વાસણામાં ધોળે દિવસે લૂંટની ઘટના બનતા લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં પોલીસે સીસીટીવી ના આધારે તેમજ અન્ય પુરાવાઓના આધારે લૂંટ કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે

આપને જણાવી દઇએ કે કાલે આજ પ્રકારે રાજકોટનાં રામનાથપરા વિસ્તારમાંથી પણ 7 લાખની લૂંટ આંગડીયા પેઢીનાં કર્મચારી પાસેથી એક્ટીવામાં આવેલા બે લૂંટારૂ દ્વારા ચલાવવામાં આવી હતી અને લૂંટારૂ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જોકે, પોલીસ દ્વારા 24 કલાકમાં જ લૂંટારૂઓને જબ્બે કરી લોવામાં આવ્યા છે. અને આંગડીયા પેઢીનો મેનેજર આ લૂંટનો મુખ્ય ભેજાબાજ હોવાનું સામે આવ્યું છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.