કાર્યવાહી/ હાઇકોર્ટના આદેશ બાદ રખડતાં ઢોર પકડવા તંત્ર એક્શનમાં

ઢોર પકડવામાં અડચણ ઊભા કરનાર લોકો તેમજ પકડાયેલા ઢોરના માલિક સામે પોલીસ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે, તો દરેક ઝોનના DYMCને આ સમસ્યા દૂર કરવા જવાબદારી…

Top Stories Gujarat
System in Action

રિપોર્ટર: માનસી પટેલ (અમદાવાદ)

System in Action: ગુજરાત હાઇકોર્ટે ગઇકાલે બુધવારે કરેલા આદેશ બાદ અમદાવાદનું તંત્ર એક્શનમાં આવ્યું છે. શહેરમાં અલગ-અલગ ટીમો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. ગુરુવાર સવારથી જ ઢોર પકડવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ એક પરિપત્ર આપીને કોર્પોરેશનના એક્શન પ્લાનની જાહેરાત કરાઈ છે. ઢોર પકડવામાં અડચણ ઊભા કરનાર લોકો તેમજ પકડાયેલા ઢોરના માલિક સામે પોલીસ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે, તો દરેક ઝોનના DYMCને આ સમસ્યા દૂર કરવા જવાબદારી સોંપવામાં આવી છે. કોઈપણ હિસાબે રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, જોકે સવાલ એ થાય છે કે જ્યારે-જ્યારે પણ હાઇકોર્ટ ટકોર કરે છે ત્યારે તંત્ર થોડા દિવસ કામગીરી કરે છે અને ત્યારબાદ જેવી હતી તેવી  સ્થિતિ જોવા મળે છે

જણાવી દઈએ કે રાજ્યમાં રખડતા પશુઓનો ભારે ત્રાસ જોવા મળ્યો છે. ત્યારે પશુના કારણે અનેક અકસ્માતો પણ સર્જાય છે, આ પરિસ્થિતિને જોતા રખડતા ઢોરને લઇને ગુજરાત હાઇકોર્ટે તંત્રને કડક આદેશ આપી દીધા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને સીધો આદેશ આપવામાં આવ્યો છે કે, રખડતા ઢોર મુદ્દે બે અધિકારીઓની તાત્કાલિક ધોરણે નિમણૂંક કરો. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયના અમલ મામલે પણ ધ્યાન રાખવામાં આવે સાથે-સાથે પકડાયેલા ઢોરનું વ્યવસ્થાપન વ્યવસ્થિત થઈ શકે એ માટેનું પણ આયોજન કરવામાં આવે.

કમિશનર દ્વારા કરાવામાં આવેલ એકશન પ્લાન

– પોલીસ વિભાગના સંકલનમાં રહી શહેરમાં ઘાસચારા સાથે પ્રવેશતા વાહનોનું મ્યુનિ.લિમિટમાં પ્રવેશ સ્થળે ચેકીંગ કરી વાહનો ડીટેઇન કરાશે.

– શહે૨માં આવેલા ઘાસ ચારાના સંગ્રહ સ્થળો/ગોડાઉનો પોલીસ સાથે સંકલન કરી સીલ કરાશે.

-વોર્ડમાં આવેલા ઘાસ-વેચાણના સ્થળો પોલીસ સ્ટેશન વાઇઝ નક્કી કરી પોલીસ સાથે સંકલન કરી આવા સ્પોટ નાબુદ કરાવવા.

– ઘાસ વેચાણની લારીના દબાણો હટાવી દેવામાં આવશે, ઘાસ-ચારો જપ્ત કરાશે, દંડ/ચાર્જની વસુલાત કરાશે.

– સરકારી જગ્યા, મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની જગ્યા, મ્યુનિ. કોર્પોની પ્રિમાઇસીસ, ફુટપાથ, રોડ, સ્ટ્રીટલાઇટ, બાગ-બગીચા વિગેરે સ્થળોએ પશુ બાંધવાની પ્રવૃતિ બંધ કરાશે.

– સ્થાનિક પોલીસ સાથે સંકલન કરી પશુઓ પકડવાની ટીમો સાથે PCR વાન, પોલીસ સ્ટાફની સલામતી મેળવી રખડતા પશુ પકડવાની કામગીરીમાં અવરોધકર્તા શખ્સો સામે કાર્યવાહી કરાવવી.

– ઘાસ વેચાણના સ્થળો, પશુ રાખવાના વાડા સ્થળો, પશુઓ ઉભા રહેવાના સ્થળો, ખુલ્લામાં કચરો પડતા સ્થળો, ફુટપાથ પર કચરો નંખાતા સ્થળો, ધાર્મિક સ્થળો, ખુલ્લા પ્લોટોમાં પશુ રાખવાના સ્થળો, કચરાના સ્પોટની યાદી બનાવી તે અટકાવવા દુર કરવા અસરકારક પગલાઓ ભરાશે.

– મ્યુનિ. હદ હાલના તથા જાહેરનામાંથી હદમાં નવા ભળેલા વિસ્તારોમાં પશુમાલિકો દ્વારા પશુઓની નોંધણી કરાવી RFID ચીપ લગાવવા પશુપાલકો પશુમાલિકો સાથે ગ્રુપ મીટીંગ કરાવી.

– ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો, ટ્રાફિક સર્કલ, જંકશન, ડીવાઇડર આઇલેન્ટ, ફુટપાથ, રોડ ઉપર કચરો નાંખવા જરૂરિયાત મુજબના ડસ્ટબીન મુકી નાગરિકો દ્વારા તેમાં કચરો નાંખવામાં આવે તેવી કાર્યવાહી સુનિશ્ચિત કરાશે.

– પશુ રાખવાની ગેરકાયદેસર જગ્યાઓ, સ્થળો, વાડાના દબાણો દુર કરી જગ્યા ખુલ્લી થતા પશુઓ તેમાં રાખવાની વ્યવસ્થા સુનિશ્રિત કરવી.

– જેતે રહીશો,  સ્થાનિકો દ્વારા, બ્રિજના ખુણા પર, સેન્ટ્રલ વર્જ, ડીવાઇડર, ફુથપાથ, જાહેર સ્થળોએ વિગેરે પર કચરો ખુલ્લામાં નાંખવામાં ન આવે તે માટે સ્થાનિક રહીશોમાં IEC કરાવી તથા વેસ્ટ કલેકશનની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાવવી.

– જીપીએમસી એકટ તથા અન્ય જોગવાઇઓ પોલીસ ફરિયાદ કરાવવી તથા પબ્લિક હેલ્થ બાયલોઝ, 2012ની વિવિધ જોગવાઇઓ મુજબ ન્યુસન્સ, ગંદકી, ત્રાસની વિવિધ ગુના બદલ નોટિસો ઇસ્યુ કરાવી દંડ વસુલાત કરાવવી.

– પશુઓ રાખવાના કાચા પાકા ખાનગી વાડા/શેડની જગ્યા પર લીધેલ પાણી કનેકશન નિયમસરના પીઆરસી કનેકશન કોર્શિયલ ટેક્સ વિગેરે બાબતોની ચકાસણી કરાવવી.

– આવા પશુઓનુ દુધ નાગરિકોના સ્વાસ્થય આરોગ્યમાટે યોગ્ય હોવા અંગે ફુડ સેફટી ટીમો થકી સેમ્પલ લેવડાવી ચકાસણીની કાર્યવાહી કરાવવી.

– વોર્ડમાં જાહેર સ્થળો, પ્લોટ, બજારો વિગેરે સ્થળોએ મોટા પ્રમાણમાં પશુઓ ઉભા રહેતા હોય તેની યાદી બનાવવી આવા સ્પોટ નાબુદ કરવા કાર્યવાહી કરાવવી.

– વોર્ડમાં પશુપાલકો પશુમાલિકોના ઘરોની સંખ્યા, અંદાજિત વસ્તી, પશુઓની સંખ્યા રાખવાના સ્થળો શેડ વગેરેની યાદી બનાવી અસરકારક સંયુકત કામગીરી કરાવવી.

– ઘાસવેચાણના સ્થળો, દુકાનો, ગોડાઉન, પશુત્રાસ-ન્યુસન્સ, ગંદકી કરતા સ્થળોની યાદી બનાવી અસરકારક સંયુકત કામગીરી કરાવવી.

– પશુઓ બાંધીને રાખી રસ્તા જાહેર સ્થળે ન છોડવા પશુમાલિકોને સમજુત કરવા.

– પશુઓને ઘાસચારો, કચરો, દાણાં, એઠવાડ જેવા ખાદ્યપદાર્થો ટ્રાફિક સર્કલ, ફુટપાથ જાહેરમાં રોડ-રસ્તા પર વગેરે સ્થળોએ મળતા હોવાથી ગાય, કુતરા વિગેરે પશુઓ રસ્તા પર જાહેરમાં આવવા પ્રેરાય છે. જે અટકાવવા આવા સ્થળો બંધ કરાવવા અને ખુલ્લામાં પડતા કચરાના સ્પોટ નાબુદ કરી વેસ્ટ કલેકશન સમયસર થાય તે સુનિશ્વિત કરવુ.

આ પણ વાંચો: Jammu Kashmir/ પાકિસ્તાની આતંકવાદીઓનો ચોથો પ્રયાસ પણ નિષ્ફળ, સેનાએ ઉરીમાં 3 ઘૂસણખોરોને ઠાર કર્યા