Not Set/ સુરત/ આર્થિક તંગીએ લીધો બે યુવકોનો ભોગ, ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

રાજ્યમાં દિનપ્રતિ દિન આત્મહત્યાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેમાં ખાસ કરીને આર્થિક તંગીને લઇ લોકો મોતને વહાલું કરી રહ્યા છે. ત્યારે સુરતમમાં અલગ અલગ બે જગ્યાએ આત્મહત્યાની ઘટના સામે આવી છે. આર્થિક તંગીને લઇ યુવાનોએ આત્મહત્યા કરી હોવાનું  પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આપને અજ્નાવી દઈએ કે, કોરોના વાયરસને લઇ લોકડાઉનના કારણે આમ જનતાની […]

Gujarat Surat
528b08b1698e0cecfe380bce674c1ef4 સુરત/ આર્થિક તંગીએ લીધો બે યુવકોનો ભોગ, ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

રાજ્યમાં દિનપ્રતિ દિન આત્મહત્યાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેમાં ખાસ કરીને આર્થિક તંગીને લઇ લોકો મોતને વહાલું કરી રહ્યા છે. ત્યારે સુરતમમાં અલગ અલગ બે જગ્યાએ આત્મહત્યાની ઘટના સામે આવી છે. આર્થિક તંગીને લઇ યુવાનોએ આત્મહત્યા કરી હોવાનું  પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

આપને અજ્નાવી દઈએ કે, કોરોના વાયરસને લઇ લોકડાઉનના કારણે આમ જનતાની હાલાત કફોડી બની ગઇ છે. લોકોની નોકરીઓ છૂટી જતાં તેમજ ઘંઘાઓ ઠપ થતાં લોકો બેરોજગાર બની રહ્યા છે. આવામાં લોકો તંગીને લઇ જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે આવી આપઘાતની બે ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે.

સુરતમાં પહેલા બનાવમાં સુરતના છેવાડે આવેલ સચીનના જમસેદનગરમાં રહેતો 28 વર્ષીય મુકેશ કૌશલ મૌર્યાએ ગતરોજ સાંજે ઘરમાં છતમાં પંખા સાથે ઇલેક્ટ્રીક વાયર બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતું. બે સંતાનોના પિતા મુળ મધ્યપ્રદેશના અલીરાજપુત જીલ્લાના અગરતલાનો વતની મુકેશ પરિવાનુ ગુજરાન ચલાવવા કડીયા કામ કરતો હતો. જયારે તેની પત્ની પણ મજુરી કામ કરે છે. બનાવના દિવસે પત્ની ઘરે આવી ત્યારે તે પતિ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મુકેશને નાણાકીય તકલીફ પડતી હતી. તેને વતન જવાની ઇચ્છા હતી. પણ પૈસા નહી હોવાથી વતન જઇ શકતો ન હતો. આવા સંજોગોમાં તેણે આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે.

તો બીજી તરફ સુરતના અમરોલી વિસ્તારના નવા કોસાડ રોડ પર હરીદર્શન સોસાયટીમાં રહેતો 23 વર્ષીય મેહુલ મહેન્દ્રભાઇ માછીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગ્રાફિકનું કામ કરતો હતો અને પરિવારને આર્થિક રીતે મદદ કરતો મેહુલ કોરોના મહામારીમાં છેલ્લા લાંબા સમયથી બેકાર હતો.

જોકે આ દરમિયાન મેહુલની છેલ્લા ત્રણ-ચાર માસથી સગાઇની વાતચીત ચાલતી હતી. પણ બેકાર હોવાને લઈને તેની તૂટી ગઇ હતી. સગાઇ ન થતાં છેલ્લા લાંબા સમયથી સતત માનસિક તાન અનુભવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.