Not Set/ #કોર્ટ : જાણો આજે આવનારા કયા બે ચૂકાદા પર રહેશે તમામની નજર

આજે રાજ્યભરમાંથી લોકોની નજર હાઇકોર્ટનાં આ બે મહત્વનાં કેસમાં આવનાર ચૂકાદા પર મંડાયેલી રહેશે. ગુજરાત હાઇકોર્ટ દ્રારા આજે બહુચર્ચિત ઓઢવ લઠ્ઠાકાંડ અને અમિત જેઠવા હત્યા કેસનો ફેંસલો  આજે જાહેર કરવામા આવે તેવી પૂરી શક્યતા છે. બનેં કેસ લાંબા સમયથી કાનુની લડતમાં છે અને ગુજરાતભરમાં આ કેસોએ ચક્ચાર મચાવ્યો હતો. જાણી શું છે આ કેસની ત્વારીખ. […]

Top Stories Ahmedabad Gujarat Others
pjimage 2 #કોર્ટ : જાણો આજે આવનારા કયા બે ચૂકાદા પર રહેશે તમામની નજર

આજે રાજ્યભરમાંથી લોકોની નજર હાઇકોર્ટનાં આ બે મહત્વનાં કેસમાં આવનાર ચૂકાદા પર મંડાયેલી રહેશે. ગુજરાત હાઇકોર્ટ દ્રારા આજે બહુચર્ચિત ઓઢવ લઠ્ઠાકાંડ અને અમિત જેઠવા હત્યા કેસનો ફેંસલો  આજે જાહેર કરવામા આવે તેવી પૂરી શક્યતા છે. બનેં કેસ લાંબા સમયથી કાનુની લડતમાં છે અને ગુજરાતભરમાં આ કેસોએ ચક્ચાર મચાવ્યો હતો. જાણી શું છે આ કેસની ત્વારીખ.

ઓઢવ લઠ્ઠાકાંડ

 lathhakand #કોર્ટ : જાણો આજે આવનારા કયા બે ચૂકાદા પર રહેશે તમામની નજર

વર્ષ 2009માં ઓઢવમાં સર્જાયેલા લઠ્ઠાકાંડનો ચુકાદો માન. એડિ. સેશન્સ જજ ડી.પી.મહિડાની કોર્ટ દ્રારા જાહેર કરશે. વર્ષ 2009માં ઓઢવમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં 123 લોકોના મોત નિપજતાં શહેરભરમાં ભારે હોબાળો મચી ગયો હતો. પોલીસે લઠ્ઠાકાંડની તપાસ હાથ ધરી બુટલેગર વિનોદ ડગરી, રવીન્દ્રસિંગ પવાર સહિત 33 આરોપી સામે કોર્ટમાં ગુનાહિત કાવતરું અને હત્યા સહિતની કલમો હેઠળ ચાર્જશીટ કર્યું હતું. આ કેસની કોર્ટમાં સુનાવણી ચાલી જતા ખાસ સરકારી વકીલ એચ.એમ.ધ્રુવ અને અમિત પટેલે 650 સાક્ષીઓ તપાસ્યા હતાં. જો કે આ કેસની સુનાવણી દરમિયાન કેમિકલ આપનાર આરોપી જયેશ ઠક્કર અને દદુ છારા ભાગી ગયા હતાં. જો કે બાદમાં પોલીસે તેમને ઝડપી લીધા હતાં.

અમિત જેઠવા હત્યા

amit jethava #કોર્ટ : જાણો આજે આવનારા કયા બે ચૂકાદા પર રહેશે તમામની નજર

 

 

 

 

 

 

 

 

જેઠવા હત્યા કેસની સુનાવણીમાં પૂર્વે 155 અને બીજી વખત 27 સાક્ષી ફરી ગયા હતા. CBIએ પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 સામે ચાર્જશીટ કરી હતી. આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકેસમાં હાઇકોર્ટે રિકોલ કરેલા 27 સાક્ષી બીજીવાર પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં. જે કેસમાં શનિવારે સીબીઆઇ જજ કે.એમ.દવેની માનનીય કોર્ટ દ્રારા ચુકાદો આપવામા આવશે.

આપને જણાવી દઇએ કે જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. સીબીઆઇ કેસની તપાસ હાથ ધરી ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ કર્યુ હતું.

gujarat hc #કોર્ટ : જાણો આજે આવનારા કયા બે ચૂકાદા પર રહેશે તમામની નજર
કોસમાં સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.