Not Set/ અમેરિકા – ચીન વચ્ચેના ટ્રેડ વોરથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે !!!

અમેરિકા (America) અને ચીન વચ્ચે તાજેતરમાં શરુ થયેલા ટ્રેડ વોરના કારણે ચીન દ્વારા અમેરિકા પાસેથી ખરીદવામાં આવતા ક્રૂડ અને ગેસની ખરીદીમાં ઘટાડો કરીને પોતાનો બહિષ્કાર વ્યક્ત કરી દીધો છે. જયારે તેની સામે ભારતે અમેરિકા પાસેથી ખરીદવામાં આવતા ક્રૂડ ઓઈલની ખરીદીની માત્રામાં ત્રણ ગણો વધારો કરી દીધો છે. જેના કારણે ભારતમાં આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો […]

Top Stories India World Trending Politics
Petrol and diesel prices will fall in India by trade war between China and America

અમેરિકા (America) અને ચીન વચ્ચે તાજેતરમાં શરુ થયેલા ટ્રેડ વોરના કારણે ચીન દ્વારા અમેરિકા પાસેથી ખરીદવામાં આવતા ક્રૂડ અને ગેસની ખરીદીમાં ઘટાડો કરીને પોતાનો બહિષ્કાર વ્યક્ત કરી દીધો છે. જયારે તેની સામે ભારતે અમેરિકા પાસેથી ખરીદવામાં આવતા ક્રૂડ ઓઈલની ખરીદીની માત્રામાં ત્રણ ગણો વધારો કરી દીધો છે. જેના કારણે ભારતમાં આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વોર આગામી દિવસોમાં વધુ ઘાતક બની શકે છે. દુનિયાના આર્થિક પાવરહાઉસ તરીકે પ્રખ્યાત બંને દેશો એકબીજાને પછાડવામાં કોઈ જ કસર છોડી રહ્યા નથી. એશિયામાં ચીન અમેરિકા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ અને ગેસની ખરીદી કરતું રહ્યું છે. પરંતુ જ્યારથી ટ્રેડ વોર શરૂ થઈ છે, ત્યારથી ચીનના સૌથી મોટા ટ્રેડિંગ હાઉસે અમેરિકાના ક્રૂડ ઓઈલ અને ગેસની ખરીદી જ બંધ કરી દીધી છે. જે સાથે ચીને અમેરિકાના ક્રૂડ અને એલએનજી પર પણ ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

જો ચીન આ રીતે અમેરિકાના ક્રૂડ ઓઈલનો બહિષ્કાર કરતું રહેશે તો ઈરાન ક્રૂડ માર્કેટનું મોટું ખેલાડી બની શકે છે. જેના પર અમેરિકાનું કોઈ પ્રકારનું નિયંત્રણ પણ રહેશે નહીં. ચીન અને અમેરિકા વચ્ચે વધેલી તનાવની સ્થિતિમાં ભારત પર ઈરાન પર લગાવવામાં આવેલા પ્રતિબંધોની પણ ઓછી જ અસર જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર ભારતે અમેરિકા પાસેથી પ્રતિદિન 3,19,000 બેરલના ક્રૂડનું બુકિંગ કરાવ્યું છે.

આ અગાઉ ભારત અમેરિકા પાસેથી પ્રતિદિન 1,19,000 બેરલના હિસાબે આયાત કરી રહ્યું હતું. જે જોતાં અમેરિકા પાસેથી સીધા ત્રણ ગણું વધારે ખરીદી કરવામાં આવશે. જે જોતાં સ્પષ્ટ જોવા મળશે કે અમેરિકા પાસેથી ભારત ઝડપથી આયાત કરી રહ્યું છે અને તેમાં સતત વધારો કરી રહ્યું છે.

ક્રૂડ માર્કેટના કેટલાંક લોકોનું માનવું છેકે, આ સ્થિતિમાં ભારત પાસે અમેરિકા સાથે ક્રૂડ ઓઈલની ખરીદીની સામે સોદો કરવાની એક નવી તક મળી જશે. ચીની પાસેથી દક્ષિણ કોરિયા પછી ભારત અમેરિકા પાસેથી સૌથી મોટું ક્રૂડ ઓઈલ ખરીદનાર બનશે, જે અનુલક્ષીને ક્રૂડના ભાવમાં પણ સીધો ઘટાડો જોવા મળી શકે છે. અને તેની સીધી અસર દેશના અર્થતંત્ર પર થશે.