Not Set/ હરામીનાળા પાસેથી 4 પાકિસ્તાની બોટ ઝડપાઇ, BFSએ વિસ્તાર કોર્ડન કરી શરુ કર્યુ ચેકિંગ

કચ્છમાં BSF ને ફરી એક વખત મોટી સફળતા મળી છે. દેશનાં દુશ્મનોનાં દાંત ખાટ્ટા કરવા અડીખમ અને હમેંશ માટે તત્પર રહેતી ભારતીય સેનાની BSF વિંગે હરામીનાળા ચોકી પાસે થી 4 પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. ઉલ્લેખનીય છે કે, હરામીનાળા એજ વિસ્તાર છે જ્યાંથી પાકિસ્તાન દ્વારા હંમેશા ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવે છે. મેગૃટનાં ઝાડનાં જંગલ સાથેનો આ દરિયાકિનારો અને ક્રિક […]

Gujarat Others
9de3467fc5adf1e5cab13d42b647312d હરામીનાળા પાસેથી 4 પાકિસ્તાની બોટ ઝડપાઇ, BFSએ વિસ્તાર કોર્ડન કરી શરુ કર્યુ ચેકિંગ

કચ્છમાં BSF ને ફરી એક વખત મોટી સફળતા મળી છે. દેશનાં દુશ્મનોનાં દાંત ખાટ્ટા કરવા અડીખમ અને હમેંશ માટે તત્પર રહેતી ભારતીય સેનાની BSF વિંગે હરામીનાળા ચોકી પાસે થી 4 પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. ઉલ્લેખનીય છે કે, હરામીનાળા એજ વિસ્તાર છે જ્યાંથી પાકિસ્તાન દ્વારા હંમેશા ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવે છે.

મેગૃટનાં ઝાડનાં જંગલ સાથેનો આ દરિયાકિનારો અને ક્રિક વિસ્તાર ઘૂસણખોરો માટેનું સ્વર્ગ ગણવામાં આવે છે અને પૂર્વે ઘાતક શસ્ત્રો, RDX અને નશિલા પદાર્થોની ખેપો ભારતમાં આવા જ રસ્તે પાકિસ્તાન દ્વારા પહોંચાડી ખાનખરાબીને આંજામ આપવામાં આવ્યા છે. 

જો કે, આજે પાકિસ્તાનની કારી ફાવી નથી અને 1 પાકિસ્તાની માછીમાર સાથે 4 ફીશીંગ બોટો બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા પકડી પાડવામાં આવી છે. ઝડપાયેલા શખ્સની પૂછતાછ શરૂ કરાઇ હોવાની વિગતો સામે આવી છે. પાકિસ્તાની બોટ મળી આવતા એજન્સીઓમાં દોડધામ શરુ થઇ ગઇ છે.

દોડધામનાં મુખ્ય કારણમાં જોઇ શકાય છે કે, બોટ 4 છે અને વ્યક્તિ એક જ છે, તો શું બાકીની બોટો આપ મેળે આવી ગઇ ? બોટો સાથે બીજા કેટલા લોકો હતા ? બોટોમાં શું હતું ? જેવા અનેક પ્રશ્નોનાં જવાબ માટે સેના અને એજન્સીઓ કામે લાગી ગઇ છે, તેમજ સમગ્ર વિસ્તારમાં સધન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews