T20 World Cup/ ઓસ્ટ્રેલિયાની જીત પર અમિત મિશ્રાથી થઇ ભૂલ, પાઠવ્યા આ ટીમને અભિનંદન, થઇ રહ્યો છે Troll

ટાઈટલ જીત બાદ દુનિયાભરનાં ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની ટીમને અભિનંદન પાઠવી રહ્યા છે. આ કડીમાં ભારતનાં અમિત મિશ્રાએ પણ અભિનંદન પાઠવ્યા હતા. જો કે તેમણે એક મોટી ભૂલ પણ કરી દીધી હતી જેને લઇને હવે તેઓ ટ્રોલ પણ ખૂબ થઇ રહ્યા છે.

Sports
અમિત મિશ્રા

રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને 8 વિકેટે હરાવી ટાઈટલ પર પોતાનો પહેલીવાર કબ્જો મેળવ્યો હતો. ટીમનાં શાનદાર પ્રદર્શનનાં કારણે ફાઈનલમાં ટીમ આત્મ વિશ્વાસથી ભરપૂર દેખાઇ રહી હતી. ટાઈટલ જીત બાદ દુનિયાભરનાં ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની ટીમને અભિનંદન પાઠવી રહ્યા છે. આ કડીમાં ભારતનાં અમિત મિશ્રાએ પણ અભિનંદન પાઠવ્યા હતા. જો કે તેમણે એક મોટી ભૂલ પણ કરી દીધી હતી જેને લઇને હવે તેઓ ટ્રોલ પણ ખૂબ થઇ રહ્યા છે.

ઓસ્ટ્રેલિયા ટીમ

આ પણ વાંચો – T20 World Cup / વોર્નરને મળ્યો ‘Player of the Tournament’નો એવોર્ડ, તો રોવા લાગ્યો પાકિસ્તાની ફાસ્ટ બોલર

ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડકપ 2021ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. આ જીત બાદ કાંગારૂ ટીમને ચારેબાજુથી અભિનંદન મળી રહ્યા છે. વળી, IPL માં દિલ્હી કેપિટલ્સનાં લેગ સ્પિનર ​​અમિત મિશ્રાએ એક ભૂલ કરી હતી જેના પછી તે ટ્રોલ થઈ રહ્યો છે. મિશ્રા એક ટ્વિટનાં કારણે હેડલાઈન્સમાં આવ્યો છે. આ માટે તેને ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું હતું. જણાવી દઇએ કે, T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત બાદ અમિત મિશ્રાએ ભૂલથી ન્યૂઝીલેન્ડને અભિનંદન પાઠવ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયાને બદલે ન્યૂઝીલેન્ડને વર્લ્ડકપ જીતવા બદલ અભિનંદન આપ્યા અને તેના કારણે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ રવિવારે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પ્રથમ વખત T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. આ એકમાત્ર એવો ખિતાબ હતો જે ઓસ્ટ્રેલિયા પહેલા જીતી શક્યું ન હતું પરંતુ હવે તેણે તેની ઉણપ પૂરી કરી લીધી છે. કાંગારૂ ટીમે શાનદાર રીતે T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાની આ શાનદાર જીત બાદ તેને ચારેબાજુથી અભિનંદન મળવા લાગ્યા હતા. દરેક લોકો કાંગારુ ટીમનાં શાનદાર પ્રદર્શનનાં વખાણ કરી રહ્યા હતા. આ કડીમાં અમિત મિશ્રાએ પણ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા, પરંતુ આમાં તેણે એક મોટી ભૂલ કરી અને હારેલી ટીમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.

અમિત મિશ્રા

આ પણ વાંચો – T20 World Cup / આવી રીતે કોણ મનાવે જશ્ન? ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓએ જીત બાદ જુતામાં નાખી પીધો દારૂ, Video

અમિત મિશ્રાએ પોતાના ટ્વીટમાં લખ્યું, “વર્લ્ડકપ જીતવા બદલ ન્યૂઝીલેન્ડને અભિનંદન. ટીમનું શાનદાર યોગદાન, તમે ખૂબ સારું રમ્યા.” જોકે, બાદમાં અમિત મિશ્રાએ પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું હતું અને પછી ભૂલ સુધારીને ફરી ટ્વિટ કરીને ઓસ્ટ્રેલિયાને અભિનંદન પાઠવ્યા હતા. મિશ્રાની આ ભૂલને કારણે સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. ઘણા ફેન્સ ફની મીમ્સ શેર કરી રહ્યા છે જ્યારે કેટલાક ફેન્સ મિશ્રાને કોમેન્ટ દ્વારા ટ્રોલ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, કેપ્ટન કેન વિલિયમસનની 85 રનની શાનદાર ઇનિંગની મદદથી ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 172/4 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19મી ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને ઐતિહાસિક જીત મેળવી હતી.