Not Set/ ICC World Cup : અફઘાનિસ્તાન સામે મેચ પહેલા ભારતીય ટીમ દેખાઇ રંગમાં, બાળકો સાથે કરી મસ્તી

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ છે કે, ક્રિકેટ એક મહાન શિક્ષક છે અને તેમા માણસને પૂરી રીતે બદલવાની ક્ષમતા પણ છે. કોહલીની ટીમે વિશ્વકપ – 2019માં ચાર મેચમાંથી ત્રણ મેચમાં જીત મેળવ્યા બાદ બે દિવસ સુધી આરામ કર્યો અને ફરી નેટ પર અભ્યાસ માટે પરત ફરી. ભારતીય ક્રિકેટ ટીમની શનિવારે વિશ્વકપની સૌથી નબળી […]

Top Stories Sports
pjimage 52 ICC World Cup : અફઘાનિસ્તાન સામે મેચ પહેલા ભારતીય ટીમ દેખાઇ રંગમાં, બાળકો સાથે કરી મસ્તી

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ છે કે, ક્રિકેટ એક મહાન શિક્ષક છે અને તેમા માણસને પૂરી રીતે બદલવાની ક્ષમતા પણ છે. કોહલીની ટીમે વિશ્વકપ – 2019માં ચાર મેચમાંથી ત્રણ મેચમાં જીત મેળવ્યા બાદ બે દિવસ સુધી આરામ કર્યો અને ફરી નેટ પર અભ્યાસ માટે પરત ફરી. ભારતીય ક્રિકેટ ટીમની શનિવારે વિશ્વકપની સૌથી નબળી ટીમ અફઘાનિસ્તાન સાથે મેચ છે.

 ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

અફઘાનિસ્તાન સાથે મેચ પહેલા કોહલી સહિત ટીમનાં ઘણા ખેલાડીઓ ક્રિકેટ ફોર ગુડ અભિયાનનાં અંતર્ગત બાળકો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા. ક્રિકેટ વિશ્વકપ વેબસાઇટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવેલ છે, જેમા કોહલીએ કહ્યુ કે, હુ માનુ છુ કે ક્રિકેટ બાળકોનાં જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. આ માણસમાં ઘણો બદલાવ લાવી શકે છે, કારણ કે તે મારફતે ખેલાડી પોતાના કેરિયરમાં ઠીક એવી રીતે ઘણા ચરણથી નીકળે છે, જેવુ કે તે પોતાના અસલ જીવનમાં નીકળે છે. આ રમતનાં માધ્યમથી આપણે નીચે પડીએ છીએ, ઉભા થઇએ છીએ, સારા અને ખરાબને ઓળખી અને મુશ્કેલીભર્યા વાતાવરણમાં લડતા શીખીએ છીએ. આ જ કારણ છે કે મારી નજરમાં ક્રિકેટ મહાન શિક્ષક છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ભારતીય ક્રિકેટ ટીમ હજુ સુધી આ વિશ્વકપમાં અજેય છે. તેણે પોતાના પ્રથમ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યુ હતુ અને તે પછી તેણે ઓસ્ટ્રેલિયાને માત આપી હતી. ન્યૂઝીલેન્ડની સાથે તેનો ત્રીજો મુકાબલો વરસાદનાં કારણે રમાઇ શક્યો નહતો પરંતુ તે પછી તેણે પોતાના ચોથા મુકાબલામાં પાકિસ્તાનને હરાવ્યુ હતુ. હવે ભારતીય ક્રિકેટ ટીમનો આવતો મુકાબલો અફઘાનિસ્તાન સામે છે. જેને લઇને ટીમ ઈંન્ડિયાએ અભ્યાસમાં પરસેવો પાડ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.