Not Set/ ટોલ ટેક્સ વસુલનારા સાથે ઝગડો કરતા શખ્સ ભૂલ્યો ભાન, મહિલા કર્મચારીને માર્યો મુક્કો

ટોલ ટેક્સ એકત્રિત કરવાની નીતિ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ, 1956 ની જોગવાઈઓ, તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી દરો અને સંગ્રહ નક્કી કરવાના નિયમ લાગુ કરાવેલા છે તેના મુજબ, 2016 સુધીમાં ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 370 ટોલ ટેક્સ વસૂલાત ફી પ્લાઝા છે. 2016 સુધીમાં આ કરવેરા માટે કોઈ સ્વતંત્ર રીતે ચલાવાતા કોઈ અલગ નિયમનકારી અધિકારો નથી. ત્યારે આ ટોલ ટેક્સ વસુલાતા […]

India
Kherki Daula Toll Plaza Violence ટોલ ટેક્સ વસુલનારા સાથે ઝગડો કરતા શખ્સ ભૂલ્યો ભાન, મહિલા કર્મચારીને માર્યો મુક્કો

ટોલ ટેક્સ એકત્રિત કરવાની નીતિ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ, 1956 ની જોગવાઈઓ, તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી દરો અને સંગ્રહ નક્કી કરવાના નિયમ લાગુ કરાવેલા છે તેના મુજબ, 2016 સુધીમાં ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર 370 ટોલ ટેક્સ વસૂલાત ફી પ્લાઝા છે. 2016 સુધીમાં આ કરવેરા માટે કોઈ સ્વતંત્ર રીતે ચલાવાતા કોઈ અલગ નિયમનકારી અધિકારો નથી. ત્યારે આ ટોલ ટેક્સ વસુલાતા એક ઘટના સામે આવી. ગુરુગ્રામનાં ટોલ નાકા પર એક એસયુવી ચાલક પાસે ટોલ ટેક્સ માંગતા તે અચાનક ગુસ્સે થઇ ગાડીની બહાર નીકળી આવ્યો અને ટોલ નાકા પર ઉભા રહેલા ટોલ વસુલનારાઓ સાથે ઝગડો કરવા લાગ્યો અને ઝગડો એટલા પ્રમાણમાં વધી ગયો વ્યક્તિ દ્વારા કે તે અચાનક હાથ ચાલાકી પર ઉતરી આવ્યો અને તે લોકો પર અને મહિલાઓ પર હાથ ઉઠાવા લાગ્યો.

આજે સવારે આ ઘટના બનતા ટોલ ટેક્સ વસુલ કરનારા ઘણા ભયનાં માહોલમાં આવી ગયા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા વાહન ચાલકની ગુંડાગીરી દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. અહી મહિલા કર્મચારી દ્વારા ટોલ ફી માંગતા તેણે તે મહિલાને મારી અને ત્યાં ઉભેલા વ્યક્તિને સાથે પણ મારામારી કરી. આ કાર્ય બાદ પણ વાહન ચાલક અટક્યો નહિ અને ગાડીમાં બેસતા પહેલા તેણે ટોલ નાકામાં બેસેલી મહિલા ક્રમચારીને જોરથી મુક્કો મારી તેના મોઢાનો દાંત તોડી નાખ્યો હતો. મહિલાએ પોતાના બચાવમાં હાથ ઉપાડવાની કોશિશ કરી પરંતુ વાહન ચાલક એટલો ઉગ્ર થઇ ગયેલો હતો કે, તે જોયા વગર મન ફાવે તેમ લોકો ઉપર મારામારી કરવા લાગ્યો હતો અને ત્યારબાદ તે ટોલ નાકેથી નાસી છૂટ્યો. ટોલ ટેક્સ વસુલ કરનારાઓ  પોતાનું કામ અને ફરજ નિભાવી રહ્યા હતા પરંતુ આ ઘટનાએ એક રોષ અને ભયનો માહોલ સર્જી લીધો છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ઘટનાઓ હવે દેશમાં સામાન્ય બની ગઇ છે. દંબંગો કે નેતાઓ પણ ઘણીવાર ટોલ ટેક્સ પર ટોલ વસુલ કરનારાઓ સાથે મારા મારી કરી ચુક્યા છે. ત્યારે હવે ટોલ વસુલ કરનારની સુરક્ષાનો પ્રશ્ન સામે આવતા શું પગલા લેવાશે તે હવે જોવુ રહ્યુ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.