ind vs sa t20 series/ બેંગ્લોરની T20 મેચ વરસાદને કારણે રદ્દ, સિરીઝ 2-2થી બરાબર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની T20I શ્રેણી 2-2 થી બરાબર થઈ હતી, સિરીઝની છેલ્લી મેચ બેંગ્લોરમાં રમવાની હતી. પરંતુ વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી

Top Stories Sports
5 48 બેંગ્લોરની T20 મેચ વરસાદને કારણે રદ્દ, સિરીઝ 2-2થી બરાબર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની T20I શ્રેણી 2-2 થી બરાબર થઈ હતી. સિરીઝની છેલ્લી મેચ બેંગ્લોરમાં રમવાની હતી. પરંતુ વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. ટીમ ઈન્ડિયાએ 3.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 28 રન બનાવ્યા પરંતુ તે પછી વરસાદના કારણે રમત શરૂ થઈ શકી ન હતી.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ટીમે મેચ રદ્દ થતાં પહેલા 28 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર ઈશાન કિશને 2 સિક્સર ફટકારી 7 બોલમાં 15 રન બનાવ્યા હતા. જ્યારે ઋતુરાજ ગાયકવાડ 10 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યર ખાતું ખોલાવ્યા વિના અણનમ રહ્યો જ્યારે રિષભ પંત એક રન પર અણનમ રહ્યો. જોકે ત્યાર બાદ સતત વરસાદ પડવાના કારણે મેચ રમાઈ શકી ન હતી. નોંધનીય છે કે શ્રેણી 2-2થી ડ્રોમાં સમાપ્ત થઈ.

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાને શ્રેણીની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટે જીત મેળવી હતી. જ્યારે કટકમાં રમાયેલી બીજી મેચ આફ્રિકાની ટીમે 4 વિકેટે જીતી લીધી હતી. આ પછી ભારતે પાસા ફેરવી દીધા અને ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચ 48 રને જીતી લીધી હતી. આ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. સિરીઝની ચોથી મેચ રાજકોટમાં રમાઈ હતી, જે ભારતે 82 રને જીતી હતી. હવે છેલ્લી મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી