UP Election/ જાણો, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્યાંથી લડશે ચૂંટણી

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. તેમને અયોધ્યાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

Top Stories India
યોગી

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. તેમને અયોધ્યાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.યોગી હાલમાં વિધાન પરિષદના સભ્ય છે. તેઓ ગોરખપુરથી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો :વિધાનસભા ચૂંટણી પહેલા યોગી સરકારને વધુ એક ઝટકો, મંત્રી ધર્મ સિંહ સૈનીએ પણ આપ્યું રાજીનામું

એવા સમાચાર છે કે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને ચૂંટણીમાં ઉતારી શકે છે. પાર્ટી રાજ્ય બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માને પણ મેદાનમાં ઉતારવાની વિચારણા કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેશવ પ્રસાદ મૌર્યને વિધાનસભા ચૂંટણી માટે સિરથુથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. રાજધાની લખનઉની કોઈપણ સીટ પરથી દિનેશ શર્માને ઉમેદવાર બનાવી શકાય છે.

અગાઉ, ભાજપે આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 172 બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. જે 172 બેઠકો પર ભાજપે ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા છે તેમાંથી મોટાભાગની બેઠકો પર પહેલા અને બીજા તબક્કામાં મતદાન થશે.

આ પણ વાંચો :જનતા પસંદ કરશે AAPનો CM ચહેરો! કેજરીવાલે ફોન નંબર જારી કરીને માંગ્યા સૂચનો

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને તેની શરૂઆત 10 ફેબ્રુઆરીએ રાજ્યના પશ્ચિમ ભાગમાં 11 જિલ્લાની 58 બેઠકો માટે મતદાન સાથે થશે. બીજા તબક્કામાં 14 ફેબ્રુઆરીએ રાજ્યની 55 બેઠકો પર મતદાન થશે.

ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં 59 બેઠકો માટે, 23 ફેબ્રુઆરીએ ચોથા તબક્કામાં 60 બેઠકો, 27 ફેબ્રુઆરીએ પાંચમા તબક્કામાં 60 બેઠકો, 3 માર્ચે 6ઠ્ઠા તબક્કામાં 57 બેઠકો અને 7માં તબક્કામાં 54 બેઠકો માટે 7 માર્ચે મતદાન થશે.

આ પણ વાંચો :યુપીની ચૂંટણી પહેલા BJPમાં અફરાતફરી, 8મા ધારાસભ્યએ પણ આવ્યું રાજીનામું

આપને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણી પહેલા યુપીના વધુ એક મંત્રીએ બીજેપી છોડી દીધી છે. સ્વામી પ્રસાદ મૌર્ય અને દારા સિંહ ચૌહાણ બાદ વધુ એક મંત્રી ધર્મ સિંહ સૈનીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ ધરમ સિંહ સૈની સપા પ્રમુખ અખિલેશ યાદવને પણ મળ્યા હતા. ધરમ સિંહ સૈની ભાજપ સરકારમાં આયુષ મંત્રી હતા.

આ પણ વાંચો : પાંચ નેતાઓ કોવિડ પોઝિટિવ, કોંગ્રેસે લીધો આ મોટો નિર્ણય

આ પણ વાંચો :સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- આજે દિલ્હીમાં નોંધાશે 27 હજારથી વધુ નવા કેસ, લોકડાઉન પર કહ્યું…