Not Set/ અમદાવાદઃ સ્વ.અટલજીના અસ્થિનું આજે સાબરમતી નદીમાં કરાશે વિસર્જન, CM અને Dy. CM એરપોર્ટ ખાતે સ્વિકારશે અસ્થિકુંભ

અમદાવાદ, સ્વ.અટલજીના અસ્થિની કળશ યાત્રા આજે ગુજરાત લવાશે. ભાજપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દિલ્હીથી અસ્થિકુંભ ગુજરાત લાવશે. એરપોર્ટ પર સી.એમ વિજ્ય રૂપાણી અને ડેપ્યુટી.સી.એમ. નીતિન પટેલ અસ્થિકુંભ સ્વીકારશે.. ત્યાર બાદ ખાડિયાના ગોલવાડ કાર્યાલયથી કળશ યાત્રા નીકળી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી પસાર થશે. ત્યાર બાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલજીની અસ્થિ વિસર્જન કરાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, […]

Top Stories Ahmedabad Gujarat Trending
photo 11 અમદાવાદઃ સ્વ.અટલજીના અસ્થિનું આજે સાબરમતી નદીમાં કરાશે વિસર્જન, CM અને Dy. CM એરપોર્ટ ખાતે સ્વિકારશે અસ્થિકુંભ

અમદાવાદ,

સ્વ.અટલજીના અસ્થિની કળશ યાત્રા આજે ગુજરાત લવાશે. ભાજપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દિલ્હીથી અસ્થિકુંભ ગુજરાત લાવશે. એરપોર્ટ પર સી.એમ વિજ્ય રૂપાણી અને ડેપ્યુટી.સી.એમ. નીતિન પટેલ અસ્થિકુંભ સ્વીકારશે..

ત્યાર બાદ ખાડિયાના ગોલવાડ કાર્યાલયથી કળશ યાત્રા નીકળી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી પસાર થશે. ત્યાર બાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલજીની અસ્થિ વિસર્જન કરાશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના તમામ પ્રધાનો, પક્ષના આગેવાનો આ અસ્થિ કળશ પર પુષ્પાંજલિ કરશે અને બાદમાં આ અસ્થિ કળશને ગોલવાડ, ખાડીયા લઇ જવામાં આવશે.

અહીંથી અસ્થિ કળશ યાત્રાનો પ્રારંભ થશે. યાત્રાના અંતે વાજપેયીના અસ્થિઓનું સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, ભરૂચ, સિદ્ધપુર અને સોમનાથમાં પણ અસ્થિ કળશ યાત્રા કાઢવામાં આવશે.

અમદાવાદ બાદ 25 ઓગસ્ટે સોમનાથ અને તાપી નદીમાં સ્વ.અટલજીના અસ્થિ વિસર્જન કરાશે અને 27 ઓગસ્ટે વડોદરાની મહીનદીમાં તેમજ સિદ્ધપુરની સરસ્વતી નદી અને ભરૂચની નર્મદા નદીમાં અસ્થિનું વિસર્જન કરવામાં આવશે.

યાત્રાનો રૂટ

મ્યુનિસિપલ કોર્પોરેશન, ગોલવાડ ખાડિયા, રાયપુર ચકલા, રાયપુર દરવાજા, ઢાળની પોળ, ખમાસા, લોકમાન્ય તિલક ગાર્ડન, સાબરમતી રિવરફ્રન્ટ, સાબરમતી ખાતે અસ્થિ વિસર્જન.