ગ્રામ પંચાયત ચૂંટણી 2021/ મહેમદાવાદના કાચ્છઇ ગામમાં મતદાન રોકવામાં આવ્યું,જાણો કારણ….

આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ છે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છીય બનાવ ન બને તેના માટે તંત્ર સજ્જ છે. રાજ્યમાં અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો તારવવામાં આવ્યા છે

Top Stories Gujarat Gram Panchayat Election 21
mahemdabad મહેમદાવાદના કાચ્છઇ ગામમાં મતદાન રોકવામાં આવ્યું,જાણો કારણ....

મહેમદાવાદના કાચ્છાઇમાં મતદાન રોકાયું
ચિન્હ બદલાઈ જતા મતદાન રોકાયું
30 મિનિટ માટે મતદાન રોકાયું
વોર્ડ નંબર 11 મતદાન રોકાયું

આજે મહેમદાવાદ તાલુકાના કાચ્છઇ ગામમાં મતદાન મથક પર મતદાન રોકી દેવામાં આવ્યો હતો ,આ મતદાન એટલમા માટે રોકી દેવામાં આવ્યો હતો કે ચિન્હ બદલાઇ ગયો હતો. આ ચિન્હ બદલાતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો અને મતદાન મથક પર ભારે સંઘર્ષ જોવા મળ્યો હતો ,લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા પરતું પોલીસ તંત્રએ બાજી સંભાળી હતી અને ટોળાને વેર વિખેર કર્યા હતા, 30 મિનિટ માટે મતદાન રોકવામા આવ્યું હતું વોર્ડ નંબર 11માં મતદાન રોકવામાં આવ્યું હતું.

આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ છે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છીય બનાવ ન બને તેના માટે તંત્ર સજ્જ છે. રાજ્યમાં અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો તારવવામાં આવ્યા છે. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ થયું છે.

રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ છે. આ ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ પદ માટે કુલ 27 હજાર 200 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે. જ્યારે 53 હજાર 507 સભ્યો ચૂંટવા માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે.