ગ્રામ પંચાયત ચૂંટણી 2021/ જૂનાગઢ જિલ્લાના 787 મતદાન મથકો પર મતદાન શરૂ,સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ગુજરાતના ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઇ રહી છે ,ચુસ્ત બંદોબસ્ત સાથે. રાજ્યના તમામ જિલ્લામાં ચૂંટણી મતદાનની શરૂઆત થઇ ગઇ છે.

Gujarat Gram Panchayat Election 21
vadla જૂનાગઢ જિલ્લાના 787 મતદાન મથકો પર મતદાન શરૂ,સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

જૂનાગઢ ગ્રાં.પં.ની ચૂંટણીનું મતદાન
જૂનાગઢ તાલુકાનું વાડલા ગામે મતદાન શરૂ
787 મતદાન મથકો પર મતદાનની શરૂઆત
333 બેઠકો પર સરપંચની ચૂંટણી માટે મતદાન
264 સંવેદનશીલ વોર્ડ પર પોલીસ બંદોબસ્ત
5144 પોલિંગ સ્ટાફ કરાયા સજ્જ
1715 પોલિસ સ્ટાફ કરાયા સજ્જ
કુલ 11620004 મતદારો કરશે મતદાન

આજે ગુજરાતના ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઇ રહી છે ,ચુસ્ત બંદોબસ્ત સાથે. રાજ્યના તમામ જિલ્લામાં ચૂંટણી મતદાનની શરૂઆત થઇ ગઇ છે. જૂનાગઢ જિલ્લામાં પણ મતદાન શરૂ થઇ ગયું છે. જૂનાગઢના વાડલા ગામે મતદાનની શરૂઆત થઇ ગઇ છે. 787 મતદાન મથક હાલ કાર્યરત  છે. 333 બેઠકો પર સંરપંચનૂ ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે ,સરપંચની ચૂંટણીમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. 264 સંવેદનશીલ વોર્ડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 5144 પોલિંગ સ્ટાફ કરાયા સજજ અને 1715 પોલીસ તૈનાત કરી દેવામાં આવ્યા છે. કુલ 1162004 મતદારો મતદાન કરશે.