- બનાસકાંઠાના છેવાડાના સૂકા અને રણ વિસ્તારમાં પહોંચ્યા નર્મદાના નીર
- વર્ષ 2013-14થી થરાદ, વાવ, સુઇગામ તેમજ ભાભર તાલુકામાં પહોચ્યું પાણી
- આશરે 1.29 લાખથી વધુ વિસ્તારમાં સિંચાઈ માટે પૂરું પડાય છે પાણી
- નર્મદા મુખ્ય નહેર માંથી કુલ 5 શાખા નહેરો દ્વારા પહોંચાડ્યું પાણી
- ચાલુ રવી સીઝનમાં આથમણી નામના તળાવને નર્મદાના નીરથી ભરવામાં આવ્યું
- લોદ્રાણી સહિત આજુબાજુની ખેતી લાયક જમીનમાં પિયતનો થશે લાભ
- જમીન ઉપરાંત જીવ સૃષ્ટિ ની તરસ છીપાશે
Narmde Sarvde નર્મદાના નીર ગુજરાતના છેવાડાના ગામડામાં પહોંચી રહ્યા છે આ નીર બનાસકાંઠાના છેવાડાના પહોંચતા ગ્રામજનો માં ઉમંગની હેલી આવી છે ભારત – પાકિસ્તાન સરહદથી માત્ર 32 કિલોમીટર દુર લોદ્રાણી ગામ આવેલું છે. અહીં રણનો છેડો અને ખારાશનું પ્રમાણ વધારે હોવાથી અહીં ભૂગર્ભ જળ પણ ખારું આવે છે. હવે નર્મદાના નીર પહોંચવાથી પીવાના પાણીની સાથે સાથે સિંચાઇની સમસ્યાઓનો કાયમી અંત આવશે. આ ગામની 3 હજારથી વધુ ગાય ને ચરાવતા માલધારી માનાભાઈએ જણાવ્યું હતું કે Narmde Sarvde મા નર્મદાના નીર પહોંચતા કેવો ફેરફાર આવ્યો છે. પાણી જોઈને રાજી થયા છીએ, ખોદતાં જમીનમાં ખારું પાણી નીકળતું, અમારું જીવન સુધરી ગયું, સરકાર અને મોદી સાહેબનો આભાર. હવે મૃત્યુ થશે તો પણ મોક્ષ મળશે.
લોદ્રાણી ગામની વાત કરીએ તો આશરે બે હજાર જેટલી વસ્તી છે, ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે પોતાનો જીવન નિર્વાહ કરે છે. ઉનાળાના સમયમાં અહીં પીવાના અને સિંચાઇની સમસ્યા રહેતી હતી. હવે ગામનું તળાવ નર્મદાના Narmde Sarvde નીરથી ભરવામાં આવતાં ગ્રામજનો, ખેડૂતો સહિત પશુ-પંખીઓને પીવાનું પાણી મળી રહેશે..ગામમાં બે હજારની વસતી છે, ખેતી અને પશુપાલન છે, અહીં પાણીની બહુ તકલીફ રહેતી પણ સરકારે ચિંતા કરી નર્મદાનું પાણી પહોંચાડી આ તળાવ ભરતા જેનાથી ખેડુતો સહિત પશુ-પંખીઓને પીવાનું પાણી મળી રહેશે. Narmde Sarvde નર્મદા નિગમ દ્વારા ખૂબ સારું કામ થયું છે.
બનાસકાંઠાનો પશ્ચિમ વિસ્તાર અગાઉ સૂકો અને રણ વિસ્તાર ગણાતો હતો તે હવે હરીયાળો અને સમૃધ્ધ બન્યો છે. વર્ષ 2013-14થી બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, સુઇગામ તેમજ ભાભર તાલુકામાં વર્ષ 2013-14થી 1 લાખ 29 હજાર થી વધુ હેક્ટર વિસ્તારમાં નર્મદા નહેર દ્વારા પિયત માટે પાણી પુરૂ પાડવામાં આવે છે. ચાલુ રવિ સિઝનમાં લોદ્રાણીના તળાવને પણ નર્મદાના નીરથી ભરવામાં આવતા લોદ્રાણી સહિત આજુબાજુની ખેતી લાયક જમીનમાં પિયતનો લાભ થયો અને સાચા અર્થમાં નમામી દેવી નર્મદે નો હેતુ સિધ્ધ થયો છે.
સેવાના સૂત્રના લીધે ભાજપને એન્ટિ ઇન્કમ્બન્સી નડતી નથીઃ પાટિલ
સ્પાઇસજેટમાં પેસેન્જરે ક્રૂ સાથે ગેરવર્તણૂક કરતા ઉતારી દેવાયો
ભારતને આજે ન્યૂઝીલેન્ડને હરાવી ટી-20 પછી વન-ડેમાં પણ નંબર વન થવાની તક
