Ahmedabad News/ સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે યોજાનાર પદયાત્રા નિમિત્તે સુજિત કુમારના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન…

આ પદયાત્રા સરદાર પટેલના ‘એકીકૃત ભારત’ના દૃષ્ટિકોણને પ્રધાનમંત્રીના ‘વિકસિત અને આત્મનિર્ભર ભારત’ના મિશનથી જોડીને એક રાષ્ટ્રીય અભિયાન બનશે…

Gujarat Ahmedabad

Ahmedabad News: સરદાર પટેલ (Sardar Patel)ની 150મી જન્મજયંતી (Birth Anniversary) નિમિત્તે યોજાનાર પદયાત્રા (Pad Yatra)ને અનુલક્ષી કલેકટર સુજિત કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આગામી તા.10 થી તા.18 નવેમ્બર દરમિયાન જિલ્લામાં સરદાર@150 અંતર્ગત જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મળી, કુલ 21 જેટલી પદયાત્રાઓ યોજાશે.

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અનુસંધાને આગામી તા.10 થી તા.18 નવેમ્બર, 2025 દરમિયાન, અમદાવાદ જિલ્લા (Ahmedbad District)માં સરદાર@150 અંતર્ગત જિલ્લાના દરેક વિધાનસભા વિસ્તારમાં પદયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેના સુચારુ આયોજન માટે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સુજિત કુમાર (Sujit Kumar)ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

અમદાવાદ જિલ્લામાં કુલ-21 જેટલી પદયાત્રાઓનું આયોજન

આ બેઠકમાં અમદાવાદ જિલ્લામાં શહેરી વિસ્તારમાં 16 અને ગ્રામ્ય વિસ્તારમાં પાંચ એમ મળી, કુલ-21 જેટલી પદયાત્રાઓના આયોજન અંગે વિવિધ વિભાગના અધિકારીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પદયાત્રા દરમિયાન વિવિધ વિકાસ કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત, સ્વચ્છતા અભિયાન, વનનિર્માણ, નિબંધ અને ક્વિઝ સહિતની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે.

સરદાર વલ્લભભાઇ પટેલના ‘એકીકૃત ભારત’નો દૃષ્ટિકોણ

ઉલ્લેખનીય છે કે, આ પદયાત્રા સરદાર વલ્લભભાઇ પટેલના ‘એકીકૃત ભારત’ના દૃષ્ટિકોણને પ્રધાનમંત્રી (PM Modi)ના ‘વિકસિત અને આત્મનિર્ભર ભારત’ના મિશનથી જોડીને જનભાગીદારીથી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય અભિયાન બનશે. આ પદયાત્રામાં સરકાર તથા સામાજિક સંસ્થાઓ ગામ/નગરના તમામ નાગરિકો, કોલેજો, સહકારી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, ઔઘોગિક સંગઠનો અને એકમો તથા વાણિજ્યિક સંગઠનો અને એકમો, સ્વૈચ્છિક સંગઠન વગેરે સક્રીય રીતે જોડાય તે માટે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે અને આ તમામ કમિટીઓએ કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

આ પણ વાંચો:મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે PM મોદીને મહાત્મા ગાંધી, સુભાષ ચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલના ‘ત્રિવેણી સંગમ’ ગણાવ્યા

આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન