Gujarat politics/ AAPમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાશે ભાજપમાં

અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે ભાજપમાં જોડાશે.  

Top Stories Gujarat Surat Breaking News
YouTube Thumbnail 2024 04 26T124817.947 AAPમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાશે ભાજપમાં

Surat News: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું રહ્યુ છે. ત્યારે આવામાં પાટીદાર અનામત આંદોલનથી સમાજના અને ત્યારબાદ રાજનેતા બનેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે ભાજપમાં જોડાશે.  ભાજપ દ્વારા આમંત્રણ પત્રિકા બહાર પાડવામાં આવી છે. જેમાં આવતી કાલે એટલે શનિવારે આ બંન્ને પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાશે તેવું લખવામાં આવ્યુ છે.

 જણાવી દઈએ કે, થોડાક દિવસો અગાઉ અલ્પેશ અને માલવિયા બંનેએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે આપમાંથી રાજીનામું આપવા પાછળનું કારણ સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેતા હોવાના કારણે પક્ષ અને રાજનીતિ માટે સમય ન મળતો હોવાનો બંને કહેતા રહ્યા છે. કથિરીયા અને માલવિયા બંને પાસમાં નેતા હતા.

મળતી માહિતી અનુસાર, ભાજપ દ્વારા પ્રસિદ્ધ થયેલી પત્રિકામાં જણાવવામાં આવ્યુ છે કે, શનિવારે રાતે  પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા સુરત ખાતે ભાજપમાં જોડાશે. આ પ્રસંગમાં સુરતના લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ, નિરંજન ઝાંઝમેરા, પ્રફુલ પાનશેરીયા, મુકેશ પટેલ અને દક્ષેશ માવાણી પણ હાજર રહેશે.

પાટીદાર અનામત આંદોલનને કારણે સુરતમાં વસતા પાટીદારોમાં આ યુવા ચહેરાઓએ મજબૂત પકડ બનાવી હતી. જેનો લાભ લેવા માટે આમ આદમી પાર્ટીએ તેમને પોતાના ઉમેદવાર ઘોષિત કર્યા હતા. બીજી તરફ અલ્પેશ અને ધાર્મિકે પણ તક જોતા પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરવાનું મન બનાવી લીધું હતું. પાટીદાર યુવકોમાં તેમની લોકપ્રિયતા વધુ હોવા છતાં પણ તેઓ ચૂંટણીમાં જીતી શક્યા ન હતા. ભાજપના સંગઠન અને મોદી લહેરમાં તેઓ હાર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મન હોય તો માળવે જવાય, ગુજરાતના આ પ્રથમ કિન્નર રીતુ દે કરી રહ્યા છે આઈએસની તૈયારી…

આ પણ વાંચો:મહેસાણાના ઊંઝા તાલુકાના પ્રતાપગઢ ગામમાં યુવતીનો આપઘાત

આ પણ વાંચો:પીએમ મોદીની મુલાકાત પહેલા ગુજરાતમાંથી શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા ખળભળાટ

આ પણ વાંચો:ભૂપત ભાયાણી તમારા ઘરેથી કોણ ગયું હતું કે, તમને ખબર પડી રાહુલ ગાંધીમાં આ ખામી છે:પ્રતાપ દૂધાત