Not Set/ હિંમતનગર: જમીન વિકાસ નિગમમાં ACB ના દરોડાનો મામલે, એમ.કે.દેસાઈના મકાનમાં હાથ ધરાઈ તપાસ

હિંમતનગર, ગુરુવારે એસીબી ટીમે ગુજરાત જમીન વિકાસ નીગમની કચેરીમાં રેડ પાડી ખળભળાટ મચાવી દીધો હતો. કચેરીમાં જઈને અધિકારીના ડ્રોઅરમાં તપાસ કરતા તેમાંથી લાખોની રોકડ મળી આવતા એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.અમદાવાદમાં જમીન વિકાસનીગમમાં પડેલા એસીબીના દરોડાના પગલે હવે હિંમતનગર શહેરમાં આવેલી મદદનીશ નિયામકની કચેરી ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ ઉપરાંત એમકે […]

Gujarat
anish bhanwala gold medal sai twitter 436x327 51523598950 7 હિંમતનગર: જમીન વિકાસ નિગમમાં ACB ના દરોડાનો મામલે, એમ.કે.દેસાઈના મકાનમાં હાથ ધરાઈ તપાસ

હિંમતનગર,

ગુરુવારે એસીબી ટીમે ગુજરાત જમીન વિકાસ નીગમની કચેરીમાં રેડ પાડી ખળભળાટ મચાવી દીધો હતો. કચેરીમાં જઈને અધિકારીના ડ્રોઅરમાં તપાસ કરતા તેમાંથી લાખોની રોકડ મળી આવતા એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.અમદાવાદમાં જમીન વિકાસનીગમમાં પડેલા એસીબીના દરોડાના પગલે હવે હિંમતનગર શહેરમાં આવેલી મદદનીશ નિયામકની કચેરી ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ ઉપરાંત એમકે દેસાઇના ભાડે રાખેલા મકાનમાં પણ સર્ચ કરવામાં આવ્યુ હતુ.

એમ.કે દેસાઇના પાટણ સ્થિત મકાનમાં ગઇ રાત્રીએ સર્ચ કર્યા બાદ આજે સવારે હિંમતનગર ખાતે પણ તેમના બગીચા વિસ્તારમાં આવેલા મકાનમાં સર્ચ કરી પંચનામાંની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ટેશન રોડ પર આવેલી જમીન વિકાસ નિગમના મદદનિશ નિયામક ની કચેરીમાં એસીબી એ પુછપરછ હાથ ધરી હતી અને ત્યારબાદ તેના ભાડાના મકાનમાં સર્ચ કરવા દરમ્યાન કોઇ જ શંકાસ્પદ ચીજ વસ્તુઓ હાથ લાગી નહોતી

સાબરકાંઠાના હિમંતનગરમાં જમીન વિકાસ નિગમમાં ACBએ દરોડા પાડ્યા હતા. જમીન વિકાસ નિગમની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ એસીબી કર્મચારીઓએ ઓફિસમાં પૂછપરછ કરી હતી અને એમ.કે.દેસાઈના મકાનમાં તપાસ હાથ ધરાઈ હતી. એસીબીએ પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખખનીય છે કે રાજ્યભરમાં એસીબીએ દરોડા પાડ્યા છે. હિંમતનગરની ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફીસમાં હિંમતનગર એસીબી કર્મચારીઓએ ઓફિસમાં પૂછપરછ કરી, હિંમતનગરમાં ભાડે મકાનમાં રહેતા એમ.કે.દેસાઈના મકાનમાં હિંમતનગર એસસીબી એ પંચનમાની કાર્યવાહી હાથ ધરી છે.