Not Set/ સુરેન્દ્રનગર/લીંબડી પાસે અકસ્માત, રાજકોટ ડીસીપી ઝોન-1ના કમાન્ડોનું મોત

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા અને ડીસીપી ઝોન-1ના પ્રવીણ કુમાર મીણાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા પ્રૌઢ વયના પોલીસમેનનું લીંબડી પાસે અકસ્માતમાં મોત થયું હતું. પોલીસમેન તેના પત્ની અને પુત્ર સાથે અમદાવાદ વેવાઈના ઘેર ગયા હતા. ત્યાંથી પરત ફરતા સમયે ટ્રેક્ટરે કારને ઠોકરે લેતા ત્રણેયને ઇજા પહોંચી હતી. તેમાં ગંભીર રીતે […]

Gujarat Others
b6c38d41f74f894b1417144749a57bb2 સુરેન્દ્રનગર/લીંબડી પાસે અકસ્માત, રાજકોટ ડીસીપી ઝોન-1ના કમાન્ડોનું મોત

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા અને ડીસીપી ઝોન-1ના પ્રવીણ કુમાર મીણાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા પ્રૌઢ વયના પોલીસમેનનું લીંબડી પાસે અકસ્માતમાં મોત થયું હતું. પોલીસમેન તેના પત્ની અને પુત્ર સાથે અમદાવાદ વેવાઈના ઘેર ગયા હતા. ત્યાંથી પરત ફરતા સમયે ટ્રેક્ટરે કારને ઠોકરે લેતા ત્રણેયને ઇજા પહોંચી હતી. તેમાં ગંભીર રીતે ઘવાયેલા પોલીસમેનનું મોત થયું છે.

અકસ્માતની આ ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં બી-5875 મારુતિનગર જામનગર રોડ પર રહેતા પોલીસમેન રાજેશભાઈ વલ્લભદાસ નૈનુજી (ઉ.53) તેમના પત્ની હંસાબેન (ઉ.50) અને પુત્ર નિકુંજ નૈનુજી (ઉ.26) અમદાવાદથી કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે લીંબડી પાસે ટ્રેક્ટરે કારને ઠોકરે લેતા ત્રણેયને ઇજા પહોંચી હતી.અકસ્માતની આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા રાજેશભાઈનું મોત થયું હતું.

રાજેશભાઈને સંતાનમાં એક પુત્ર નિકુંજ છે. જેના છ માસ પૂર્વે લગ્ન થયા છે. અમદાવાદ વેવાઈના ઘરે વ્યવહારીક કામ માટે ગયા બાદ પરત ફરતા સમયે આ દુર્ઘટના બની હતી. પોલીસમેન રાજેશભાઈ નૈનુજી રાજકોટ ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મીણાના કમાન્ડો તરીકે હાલ ફરજ બજાવતા હતા. આ સમાચાર મળતા પોલીસ બેડામાં શોક છવાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.