વિકૃત માનસિકતાનો કિસ્સો/ યુવકે પાડોશી મહિલાના બાથરૂમાં લગાવ્યો સ્પાય કેમેરો અને પછી….

ગીર સોમનાથના વેરાવળથી સામે આવ્યો છે. જ્યાં ન્હાતી મહિલાનો વીડિયો ઉતારવાનો કિસ્સો પોલીસે ચોપડે નોંધાયો છે. જોકે,  ફરિયાદ બાદ પોલીસે આરોપી યુવક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Top Stories Gujarat Others
Untitled 152 યુવકે પાડોશી મહિલાના બાથરૂમાં લગાવ્યો સ્પાય કેમેરો અને પછી....
  • ગીર સોમનાથ: યુવકની વિકૃત માનસિકતાનો કિસ્સો
  • વેરાવળના 80 ફુટ રોડના સમૃદ્ધ વિસ્તારની ઘટના
  • ગોપાલ વણિક નામના યુવકનું કારસ્તાન
  • યુવક બાથરૂમમાં મહિલાઓના વીડિયો ઉતારતો

મહિલાઓ અને બાળકીઓ ઉપર અત્યાચારના અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. મહિલાઓની છેડતી અને તેના બિભત્સ વીડિયો ઉતારવાના કિસ્સાઓ પણ બનતા રહે છે ત્યારે વધુ એક કિસ્સો ગીર સોમનાથના વેરાવળથી સામે આવ્યો છે. જ્યાં ન્હાતી મહિલાનો વીડિયો ઉતારવાનો કિસ્સો પોલીસે ચોપડે નોંધાયો છે. જોકે,  ફરિયાદ બાદ પોલીસે આરોપી યુવક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર વેરાવળના 80 ફુટ રોડના સમૃદ્ધ વિસ્તારમાં આ ઘટના બની છે. જ્યાં ગોપાલ વણિક નામના યુવક પાડોશીના બાથરૂમમાં સ્પાય કેમરો ગોઠવ્યો હતો. જ્યાં મહિલા બાથરૂમાં ગઈ ત્યાં અચાનક તેની નજર સ્પાય કેમેરા પર પડી હતી જે બાદ આ સમગ્ર મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી યુવક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ,જામનગરના દરેડમાં આવેલી પંજાબ નેશનલ બેંકના ઈન્ચાર્જ મેનેજરે મહિલાઓના વોશરૂમમાં સ્પાય કેમેરો લગાવ્યો હોવાનો સામે અવાયું હતું. બેંકની મહિલા કર્મચારીઓના ફોટો અને વીડિયો લેવાના ઈરાદાથી બેંકના લેડીઝ વોશરૂમમાં લગાવેલો કેમેરો બેંકની મહિલા કર્મચારીએ જ ઝડપી પાડ્યો હતો. આ મામલે મહિલા કર્મચારી દ્વારા બેંકના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરાયા બાદ કેમેરો લગાવનાર ઈન્ચાર્જ મેનેજર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો