Not Set/ અમદાવાદ ક્રાઇમ ફાઇલ્સ/ શહેરમાં નોંધવામાં આવ્યા આવા અને આટલા ગુનાઓ…

ગુજરાતનું મેગાસીટી અમદાવાદ આમ તો મેગાસીટી હોવાનાં કારણે ગુના મામલે પણ મેગા જ છે. શહેરમાં અસરે કહી શકાય છે રોજની નાની માટી 300થી વધુ ગુનાહીત પ્રવૃતીઓ નોંધવામાં આવતી હશે. દરેક વિશેવાત કરવી મુશ્કેલ રહે, પરંતુ જો નજરમાં રાખવા લેવા જેવા ગુનાની નોંધ લેવામાં આવે તો આવી છે અમદાવાદની આજના દિવસની ક્રાઇમ ફાઇલ્સ…. અમદાવાદ હાવડા-અમદાવાદ એક્સપ્રેસ […]

Ahmedabad Gujarat
02a3538cb9b5890350f3951215e5d0a4 1 અમદાવાદ ક્રાઇમ ફાઇલ્સ/ શહેરમાં નોંધવામાં આવ્યા આવા અને આટલા ગુનાઓ...
02a3538cb9b5890350f3951215e5d0a4 1 અમદાવાદ ક્રાઇમ ફાઇલ્સ/ શહેરમાં નોંધવામાં આવ્યા આવા અને આટલા ગુનાઓ...

ગુજરાતનું મેગાસીટી અમદાવાદ આમ તો મેગાસીટી હોવાનાં કારણે ગુના મામલે પણ મેગા જ છે. શહેરમાં અસરે કહી શકાય છે રોજની નાની માટી 300થી વધુ ગુનાહીત પ્રવૃતીઓ નોંધવામાં આવતી હશે. દરેક વિશેવાત કરવી મુશ્કેલ રહે, પરંતુ જો નજરમાં રાખવા લેવા જેવા ગુનાની નોંધ લેવામાં આવે તો આવી છે અમદાવાદની આજના દિવસની ક્રાઇમ ફાઇલ્સ….

અમદાવાદ
હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી મળ્યો ગાંજાનો જથ્થો
4 કિલો 780 ગ્રામ ગાંજાનો જથ્થો ટ્રેનમાં મુકીને અજાણ્યો શખ્સ ફરાર
પાનમસાલાનાં થેલામાં સંતાડીને લવાતો હતો ગાંજો
28 હજારની કિંમતનો ગાંજો રેલ્વે પોલીસે કબ્જે કર્યો
નાર્કોટીક્સ અધિનિયમ મુજબ રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદ 

દિવ્યાંગ મહિલાને ડામ આપી ભીખ મંગાવનાર આરોપી ફરાર
પોલીસ જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર
નિકોલ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન આરોપી ફરાર
આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
અમદાવાદ
સોલાના સુરમ્ય ગોલ્ડ ફ્લેટમાંથી 1.97 લાખની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદ
માસ્ક પહેર્યા વગર દુકાનમાં બેઠેલા બે લોકોને મેમો આપતા શહેર કોટડા પોલીસ સાથે ઘર્ષણ કરતા વેપારી સામે ગુનો નોંધાયો
અમદાવાદ
ભુદરપુરા આંબેડકર કોલોનીમાંથી પાંચ જુગારીઓની એલિસબ્રિજ પોલીસે કરી ધરપકડ
અમદાવાદ
અમરાઈવાડી માં આવેલા સ્લમ ક્વાર્ટરમાંથી 17 હજારની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદ
માસ્ક પહેર્યા વગર દુકાનમાં બેઠેલા બે લોકોને મેમો આપતા નારણપુરા પોલીસ સાથે ઘર્ષણ કરતા બને વેપારી સામે ગુનો નોંધાયો
અમદાવાદ
ગર્ભવતી પરિણીતાને સાસરિયાઓ આપ્યો ત્રાસ…કામ ન કરે તો એસિડ પીવડાવી દેવાની સાસુએ આપી ધમકી…કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદ
કૃષ્ણનગરમાં રિક્ષામાંથી ઝડપાઇ દારૂની બોટલો
13 પેટીમાંથી 156 દારૂની બોટલો મળી આવી
78 હજારની કિંમતનાં દારૂ સહિત 1.23 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
કૃષ્ણનગર પોલીસે રિક્ષાચાલકની શોધખોળ શરૂ કરી
અમદાવાદ
નારોલમાં યુવતીનાં ભાઇનાં મિત્રએ જ યુવતી સાથે કરી છેડતી
ફોન કરી યુવક પ્રેમસંબંધ બાંધવા માટે કરતો દબાણ
ઘરમાં ધુસીને યુવતીનો હાથ પકડીને કર્યા અડપલા
યુવતીની એકલતાનો લાભ લઇને કરી છેડતી
નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદ
ઓઢવમાં કરિયાણાની દુકાનમાં પતરુ તોડીને 54 કિલો ચા પત્તી તેમજ કાજુ બદામની ચોરી થતા નોંધાઇ ફરિયાદ
અમદાવાદ
રામોલમાં મહિલાએ શિક્ષક પતિ સામે નોંધાવી ફરિયાદ
સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષક સામે ફરિયાદ
પતિ તેમજ સાસુ સસરા આપતા માનસિક શારિરીક ત્રાસ
રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
 અમદાવાદ
સેટેલાઇટમાં મહિલાએ ભાઇ અને પતિ સામે નોંધાવી ફરિયાદ
રિસાઇને પિયરમાં આવેલી મહિલાને પતિએ માર માર્યો
પીયરમાં કેમ નથી જતી તેમ કહીએ ભાઇએ પણ માર માર્યો
ભાઇએ દંડા વડે મારતા મહિલાનાં 9 મહિનાનાં બાળકને થઇ ઇજાઓ
પતિએ દંડો મારવા જતા પિતાને વાગતા થઇ ઇજાઓ
સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ
મેમ્કોમાં રહેતી મહિલાએ શિક્ષક પતિ અને સાસરિયા સામે નોંધાઇ ફરિયાદ
દહેજમાં 5 લાખની માંગણી કરીને દાગીના માંગ્યા
શ્રીમંતમાં ઓછા દાગીનાં છે વધુ લઇ આવાનું કહી અપાયો ત્રાસ
પતિ ખંભાતમાં શિક્ષક તરીકે બજાવે છે ફરજ
શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદ
સોલામાં યુવતીનો પીછો કરીને યુવકે કરી હેરાન
છેડતીના કેસમાં જામીન પર છુટેલા શખ્સે યુવતીનો કર્યો પીછો
કેસ પાછો લેવાનુ કહીને યુવતીનો ફોન ખેંચવાનો કર્યો પ્રયાસ
યુવતીએ ભાઇને બોલાવતા યુવકે મિત્ર સાથે મળી માર માર્યો
સોલામાં રવિ વાધેલા નામનાં શખ્સ સામે નોંધાઇ ફરિયાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews