ગુજરાત/ 31 ડિસેમ્બરે સીએમ ભુપેન્દ્ર પટેલ  રાજકોટની મુલાકાતે ,વિવિધ કાર્યકર્મોમાં હાજરી આપશે

આ સુશાસન સપ્તાહનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ તા.31 ના 11 વાગ્યે ધર્મેન્દ્ર કોલેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે

Gujarat Rajkot
Untitled 67 31 ડિસેમ્બરે સીએમ ભુપેન્દ્ર પટેલ  રાજકોટની મુલાકાતે ,વિવિધ કાર્યકર્મોમાં હાજરી આપશે

રાજકોટ આમ તો રંગીલું  શહેર તરીકે જાણીતું  છે . તેમજ સૌરાષ્ટ્ર ની શાન રાજકોટ ને   ગણવામાં આવી રહ્યું છે  ત્યારે 31 ડિસેમ્બરે સીએમ ભુપેન્દ્ર પટેલ  રાજકોટની મુલાકાતે  આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એઈમ્સની ઓપીડી ઉપરાંત એરબલૂન હોસ્પિટલ તેમજ સાયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં  આવશે તેવી માહિતી મળી રહી છે . આ ઉપરાંત   મુખ્યમંત્રીના હસ્તે ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં તૈયાર થયેલી એરબલુન હોસ્પિટલનું જ લોકાર્પણ કરવામાં  આવશે . મહત્વનુ છે કે એઇમ્સની ઓપીડી માટે હજુ દિલ્હીથી સમય માંગવામાં આવ્યો છે.

આ  પણ વાંચો:IT Raid / અમદાવાદ DGGIના કાનપુરમાં દરોડા, વેપારીના ઘરેથી મળ્યા 150 કરોડ, નોટો ગણવા માટે 8 મશીનનો ઉપયોગ

31મીએ મુખ્યમંત્રીની મુલાકાતને પગલે તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીની જન્મ જયંતી નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી રાજયભરમાં રાજય સરકાર તેમજ રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવશે. જે અન્વયે રાજ્યની ત્રણેય અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

આ પણ વાંચો:ગુજરાત / ભરૂચને 3 દાયકાથી એરપોર્ટ માટે સરકારની લોલીપોપ, 4 થી વધુ વાર બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું

આ સુશાસન સપ્તાહનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ તા.31 ના 11 વાગ્યે ધર્મેન્દ્ર કોલેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે. આ કાર્યક્રમ પહેલા મુખ્યમંત્રીને આવકારવા-અભિવાદન માટે એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીનો રોડ-શો પણ યોજાશે. હાલમાં તંત્ર દ્વારા આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.