Not Set/ મેઘાલયમાં રાજ્યપાલ સત્યપાલ મલિકના કાફલા પર હુમલો

શિલોંગમાં હિંસા બે દિવસ પહેલા અજાણ્યા શખ્સોએ રવિવારે રાત્રે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાના ઘરે પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો

Top Stories
malik મેઘાલયમાં રાજ્યપાલ સત્યપાલ મલિકના કાફલા પર હુમલો

પોલીસ એન્કાઉન્ટરમાં પૂર્વ આતંકવાદી ચેરીસ્ટરફિલ્ડ થંગખિયુના મોત બાદ મેઘાલયમાં અશાંતિ જોવા મળી રહી છે અને ચોમેર અરાજકરતા ફેલાઇ છે. સીએમ કોનરાજ સંગમાએ 18 મી ઓગસ્ટે સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરી છે.મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકના કાફલા પર મંગળવારે કેટલાક તોફાની તત્વોએ હુમલો કર્યો હતો. અહેવાલ છે કે મલિક ગુવાહાટી એરપોર્ટથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ તેમના કાફલામાં દોડતી ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો. હાલ કોઈ જાનહાનીના સમાચાર નથી.

18 ઓગસ્ટની સવારે 5 વાગ્યા સુધી મેઘાલયમાં કર્ફ્યુ લાગુ છે. હાલમા ઓછામાં ઓછા ચાર જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ છે.  સ્વતંત્રતા દિવસ પર અંતિમયાત્રા દરમિયાન પ્રતિબંધિત હાયનવટ્રેપ નેશનલ લિબરેશન કાઉન્સિલના સ્વયંભૂ મહાસચિવ ચેરીસ્ટરફિલ્ડ થંગખિયુના સમર્થકો દ્વારા તોડફોડ અને હિંસા કરતાં સરકારે ક્ફર્યુનો નિર્મય લીધે છે. . થંગખિયુ તાજેતરમાં થયેલા પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો,

જેના કારણે શિલોંગમાં હિંસા બે દિવસ પહેલા અજાણ્યા શખ્સોએ રવિવારે રાત્રે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાના ઘરે પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. એક વાહનમાં આવેલા શખ્સે અપર શિલોંગના થર્ડ માઈલમાં સ્થિત મુખ્યમંત્રીના ખાનગી નિવાસના પરિસરમાં પેટ્રોલ ભરેલી બે બોટલ ફેંકી દીધી હતી. આ ઘટનામાં પણ કોઈ જાનહાની થઈ ન હતી. જો કે, મુખ્યમંત્રીએ પોલીસ એન્કાઉન્ટરમાં ભૂતપૂર્વ આતંકવાદીના મોતની તપાસની જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં શિલોંગમાં ઘણી જગ્યાએ IED મળી આવ્યા છે. પોલીસ કેટલીક ધરપકડ કરવા માટે ઝડપથી આગળ વધી છે.

મેઘાલયમાં ભ આતંકવાદીની હત્યા અને વધતી હિંસાના પગલે મેઘાલયના ગૃહમંત્રી લખમેન રિમ્બુઇએ પહેલેથી જ રાજીનામું આપી દીધું છે.  મેઘાલય સરકારે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યની રાજધાનીમાં તોડફોડ બાદ લાદવામાં આવેલા કર્ફ્યુ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી અને જે લોકોએ જવા માંગતા હોય તેમના માટે પોલીસે હેલ્પલાઈન શરૂ કરી છે.