Not Set/ નંદુરબારના જંગલમાં મહિલાની હત્યા કરનાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો

મહારાષ્ટ્રના નંદુરબારના પાસે આવેલા આવાવરના જંગલમાંથી 24 ઓગસ્ટના રોજ એક મહિલાની દર્દનાક હત્યા કરેલી તથા ગાળું કાપી તેના શરીરના અલગ-અલગ ટુકડાઓ કરી ઓળખ ન થાય તે માટે મોઢા પરની ચામડીઓ કાઢી નાખી એવો એક મૃતદેહ મળી આવ્યો હતો. નંદુરબાર સીટી પોલીસે મૃતદેહ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.24 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર પાસે આવેલા […]

Gujarat
નંદુરબારના

મહારાષ્ટ્રના નંદુરબારના પાસે આવેલા આવાવરના જંગલમાંથી 24 ઓગસ્ટના રોજ એક મહિલાની દર્દનાક હત્યા કરેલી તથા ગાળું કાપી તેના શરીરના અલગ-અલગ ટુકડાઓ કરી ઓળખ ન થાય તે માટે મોઢા પરની ચામડીઓ કાઢી નાખી એવો એક મૃતદેહ મળી આવ્યો હતો. નંદુરબાર સીટી પોલીસે મૃતદેહ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.24 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર પાસે આવેલા જંગલમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને લઇ જઇ નંદુરબાર પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ નંદુરબાર પોલીસને પોતાના બાતમીદારો મારફતે જાણવા મળ્યું હતું કે, આ મહિલા સુરતની રહેવાસી છે, જે પોતાના મિત્ર જોડે અહીં ફરવા આવી હતી. ત્યારબાદ નંદુબાર પોલીસ દ્વારા આ મહિલાના મિત્રની શોધખોળ માટે કવાયત હાથ ધરવામાં આવી હતી

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા 24 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના નંદુરબારમાં આવેલા જંગલોમાંથી એક મહિલાની દર્દનાક હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ નંદુરબાર સીટી પોલીસે મૃતદેહ લઇ જઇ આગળની તપાસ હાથ ધરી હતી. નંદુરબાર પોલીસની તપાસમાં મૃતદેહ મહિલાનો છે, તેમ ખબર પડતા તેમણે સુરત પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો. ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ હત્યા બાબતે કામે લાગી હતી. અંતે ડીસીબી પોલીસના બાતમીદારોને જાણવા મળ્યું હતું કે, આ મહિલાનું નામ સીતા સદનકુમાર ભગત જે મૂળ બિહારની રહેવાસી છે. તે બિહારના સીમિરીયા મેનપુર જિલ્લાના કપારામાં રહે છે અને સીતાની હત્યા પણ તેના જ પ્રેમી દ્વારા કરવામાં આવી છે. તેનો પ્રેમી વિનયકુમાર રામજન્ય રાયની પોલીસે માંડવીમાં આવેલા કરંજ ગામમાંથી ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી..

સુરત ડીસીબી પોલીસ દ્વારા મહિલાની દર્દનાક હત્યા કરનાર આરોપી વિનયકુમાર રામજન્ય રાયની ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ મહિલાને વિનયકુમાર સાથે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો અને સીતાનો મારા પહેલા પણ બીજા એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. જો કે, સીતાએ તેના પહેલા પ્રેમી પર દુષ્કર્મનો કેસ દાખલ કરાવ્યો હતો. તેજ રીતે મારી સાથે લગ્ન નહીં કરે તો મારા વિરુદ્ધમાં પણ દુષ્કર્મનો કેસ દાખલ કરશે તેવી ધમકીઓ આપી હતી.જેથી તેની હત્યા કરી દીધી હતી અને આરોપી પણ પરણિત હતો જેથી તેનો ઘર સંસાર ન તૂટે તેથી હત્યા કરી દીધી હતી.અને લાશ ની ઓળખ ન થાય તે માટે મહિલાના માથા ભાગ ની ચામડી બ્લેડ થી અલગ કરી હતી.

તાલિબાની સત્તા / તાલિબાન સરકાર બનાવવાના છેલ્લા સ્ટેજ પર, તાજપોશીમાં ચીન અને પાકિસ્તાનને ખાસ આમંત્રણ