Technology/ સ્માર્ટફોનને સાત વર્ષ સુધી અપડેટ આપો, આ દેશની સરકારે કરી માંગ

જો કંપનીઓ વપરાશકર્તાઓને સસ્તા દરે સ્માર્ટફોનના પાર્ટ્સ પૂરા પાડે છે તેમજ તેને લાંબા સમય સુધી એટલે કે 7 વર્ષ સુધી અપડેટ કરે છે, તો શક્ય છે કે વપરાશકર્તાઓ લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરે.

Tech & Auto
રેડીએશન 4 સ્માર્ટફોનને સાત વર્ષ સુધી અપડેટ આપો, આ દેશની સરકારે કરી માંગ

આજકાલ, સ્માર્ટફોનની લાઈફ વધારે નથી. આનું એક કારણ સુરક્ષા અને ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ છે. હકીકતમાં, વર્તમાન યુગમાં, સ્માર્ટફોન કંપનીઓ એક કે બે વર્ષ માટે અપડેટ જારી કરે છે. જોકે, હવે સ્માર્ટફોનમાં વધુ સમય માટે અપડેટ આપવાની માંગ શરુ થઇ છે. તેની શરૂઆત જર્મનીથી થઇ છે. જર્મન સરકારે માંગ કરી છે કે સ્માર્ટફોન ઉત્પાદકો 7 વર્ષ સુધી સ્માર્ટફોનને અપડેટ આપે અને સ્માર્ટફોનની લાઈફ ની વધારે.

પાર્ટ્સ રિપ્લેસમેન્ટ અને 7 વર્ષ અપડેટની માંગ

ફેડરલ સરકાર આ બાબતે યુરોપિયન કમિશન સાથે વાતચીત કરી રહી છે, ઉત્પાદકોને 7 વર્ષ સુધી અપડેટ આપવા માટે કહે છે. ઉપરાંત, સ્માર્ટફોન અને ટેબ્લેટ્સના ભાગોને 7 વર્ષ માટે રિપ્લેસ કરી શકાય. ઉપરાંત, સ્માર્ટફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ભાગો કંપનીઓ દ્વારા સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવી શકાય છે.

જૂના ફોન વાપરવા માટે સલામત નથી

જો અહેવાલો પર વિશ્વાસ કરવો હોય તો, જો કંપનીઓ વપરાશકર્તાઓને સસ્તા દરે સ્માર્ટફોનના પાર્ટ્સ પૂરા પાડે છે તેમજ તેને લાંબા સમય સુધી એટલે કે 7 વર્ષ સુધી અપડેટ કરે છે, તો શક્ય છે કે વપરાશકર્તાઓ લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરે. આપને જણાવી દઈએ કે હજુ પણ લગભગ 40 ટકા વપરાશકર્તાઓ 9.0 પાઈ આધારિત સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. આમાંના મોટાભાગના સ્માર્ટફોને અપડેટ મેળવવાનું બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં, આ સ્માર્ટફોન ઉપયોગ માટે ખૂબ જ સુરક્ષિત નથી, જેના પર હેકર્સ દ્વારા હેકીન્ગનો ખતરો વધી જાય છે.

શું ફાયદો થશે

જો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઉત્પાદકો દ્વારા 7 વર્ષ સુધી અપડેટ આપવામાં આવે છે, તો એન્ડ્રોઇડથી આઇફોન તરફ જતા યુઝર્સની સંખ્યામાં ઘટાડો થશે. જર્મન સરકાર માને છે કે આવી પહેલ ઉપકરણના આયુષ્યને લંબાવશે. આવી સ્થિતિમાં સ્માર્ટફોનના ઉત્પાદનમાં ઘટાડો થશે. આ ઉપરાંત પર્યાવરણને પણ ફાયદો થશે.

જરૂરી જાણકારી / કાર માટે રેડિએટર ફ્લશ કેમ જરૂરી છે, જાણો તેના ફાયદા શું છે

Jio થયું 5 વર્ષનું / કંપનીનો દાવો – ડેટાની કિંમત 93%ઘટી, Jio ના બ્રોડબેન્ડ યુઝર્સ 4 ગણા વધ્યા