અવકાશમાં આંટો/ axiom કરાવી રહી છે સ્પેસની પ્રથમ ખાનગી મુસાફરી

અમેરિકાના હ્યુસ્ટન સ્થિત ખાનગી કંપની એક્સિઓમ (axiom space) તેના ચાર અંતરિક્ષયાત્રીઓને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (international space station) આ મોકલશે

Tech & Auto
axiom

અમેરિકાના હ્યુસ્ટન સ્થિત ખાનગી કંપની એક્સિઓમ (axiom space) તેના ચાર અંતરિક્ષયાત્રીઓને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (international space station) મોકલશે આ મુસાફરો અંતરિક્ષ યાત્રી એલન મસ્કની (elon musk)  સ્પેસ એક્સ (spacex) કંપનીના ડ્રેગન કેપ્સુલ દ્વારા 6 એપ્રિલ 2022ના રોજ અંતરીક્ષની સફરે રવાના થશે. આ મિશનનું નામ Ax-1 છે. Axiom પહેલી કંપની છે જે સ્પેસનો ખાનગી પ્રવાસ કરાવી રહી છે.

આ યાત્રામાં પૂર્વ નાસા એસ્ટ્રોનોટ માઈકલ લોપેજ એલિગ્રીયા છે. તેના ઉપરાંત ત્રણ ખાનગી મુસાફરો છે. લેરી કોનર, માર્ક પેથી અને ઇર્ટન સ્ટ્રીબ. આ મુસાફરોની યાત્રા 10 દિવસની રહેશે. આઠ દિવસ તેઓ સ્પેસ સ્ટેશનમાં રહેશે. બે દિવસ મુસાફરીમાં થશે. આ દરમિયાન માઇક્રોગ્રેવિટી એકપેરીમેન્ટ થશે. જેમાં સાયન્સ, એજ્યુકેશન અને આઉટરીચ સાથે જોડાયેલ હશે. આ બાબતે માઈકલ લૉપેજ એલિગ્રીયાએ કહ્યું હતું કે, આ માનવ અંતરીક્ષ ઉડાનનો નવો સમય છે. આ સફરથી સ્પેસ ટ્રાવેલ ના નવા j આયામ ખુલશે. આ એક રીતે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે. જે સતત વિસ્તરતો જશે. માઈકલ કહ્યું કે અમે ચારેય અંતરીક્ષ યાત્રીઓએ ઘણો સમય સાથે સિમુલેશનમાં કામ કર્યું છે. ટ્રેનીંગ લીધી છે. જેથી સાથે મુસાફરી કરી શકીએ. હવે અમારી ટ્રેનીંગ પૂર્ણ થઈ છે અને અમે axiom માંથી સ્પેસમાં જવા માટે તૈયાર તેમજ ઉત્સાહિત છીએ.

આ પણ વાંચો : ઇમરાન ખાન ખુરશી બચાવવા સ્ફોટક બેટિંગમાં,પંજાબ વિધાનસભામાં અવિશ્વાસ દરખાસ્ત પહેલા રાજ્યપાલને હટાવ્યા

આ પણ વાંચો :ગુજરાતમાં પ્રચાર કરી રહેલી આમ આદમી પાર્ટી પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહી આ મોટી વાત…

આ પણ વાંચો : સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સજા જુદી જુદી પદ્ધતિઓ દ્વારા આપવામાં આવે છે, આવો જાણીએ તેના વિષે વિગતે 

આ પણ વાંચો : ઈન્ફોસિસે રશિયામાં પોતાની ઓફિસ બંધ કરી, જાણો કારણ