Not Set/ શિક્ષક ભરતી આંદોલનમાં તોફાનો બાદ ડુંગરપુર-બાંસવાડામાં ઈન્ટરનેટ સેવા બંધ

રાજસ્થાન માંથી શરુ થયેલું શિક્ષક ભરતી આંદોલન ગુજરાતનાં સરહદી જીલ્લા અરવલ્લીમાં પણ ભડક્યુને આજે ત્રીજા દિવસે છે. આંદોલન આજનાં દિવસે પણ યથાવત જોવામાં આવી રહ્યું છે. અરવલ્લીમાં હાઇવે સુમસામ બન્યા છે. રાજ્યનાં ધોરીમાર્ગોનાં હાઇવે હોટલ પર હજારો ટ્રકોનો જમાવડો હાલ જોવામાં આવી રહ્યો છે. ખાસ વાત કરવામાં આવે તો ડુંગરપૂર અને બાંસવાડામાં સ્થિતિ બેકાબુ બની હોવાનાં કારણે […]

Gujarat Others
48c94572002d354ca3d8cb074af03b93 શિક્ષક ભરતી આંદોલનમાં તોફાનો બાદ ડુંગરપુર-બાંસવાડામાં ઈન્ટરનેટ સેવા બંધ

રાજસ્થાન માંથી શરુ થયેલું શિક્ષક ભરતી આંદોલન ગુજરાતનાં સરહદી જીલ્લા અરવલ્લીમાં પણ ભડક્યુને આજે ત્રીજા દિવસે છે. આંદોલન આજનાં દિવસે પણ યથાવત જોવામાં આવી રહ્યું છે. અરવલ્લીમાં હાઇવે સુમસામ બન્યા છે. રાજ્યનાં ધોરીમાર્ગોનાં હાઇવે હોટલ પર હજારો ટ્રકોનો જમાવડો હાલ જોવામાં આવી રહ્યો છે.

ખાસ વાત કરવામાં આવે તો ડુંગરપૂર અને બાંસવાડામાં સ્થિતિ બેકાબુ બની હોવાનાં કારણે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે આંદોલન કારીઓ તોફાની બન્યા હતા અને ઠેરઠેર ટાયરો સળગાવી વિરોધ કરવાની સાથે સાથે પથ્થમારો કરી પેટ્રોલ પંપ પર લૂંટ પણ ચલાવવામાં આવી હતી. અમદાવાદ-ઉદેપુર હાઇવે છેલ્લા 36 કલાકથી બ્લોક છે અને મોડી રાત્રે દુકાનો અને ચાર બસો સળગાવાઈ હોય વાતાવરણ તંગ બન્યું છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews