Not Set/ સુરત: લંપટસ્વામીએ મદદના બહાને યુવતી પર બે વાર આચર્યુ દુષ્કર્મ, રૂમમાંથી મળ્યા કોન્ડોમ

સુરત, સુરતમાં લંપટ સાધુની કામલીલા બહાર આવી છે. ડભોલી સ્વામીનારાયણ મંદિરના મહંત સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ થઇ છે. 24 વર્ષીય યુવતી સાથે લંપટ સ્વામીએ બે વાર દુષ્કર્મ આચર્યુ હતુ. યુવતીની માતાની સારવાર માટે રૂપિયા આપવાના બહાને સ્વામીએ યુવતી સાથે શારિરિક સબંધ બાંધ્યો હતો. યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચરનાર સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. […]

Top Stories Gujarat Surat
mantavya 431 સુરત: લંપટસ્વામીએ મદદના બહાને યુવતી પર બે વાર આચર્યુ દુષ્કર્મ, રૂમમાંથી મળ્યા કોન્ડોમ

સુરત,

સુરતમાં લંપટ સાધુની કામલીલા બહાર આવી છે. ડભોલી સ્વામીનારાયણ મંદિરના મહંત સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ દાખલ થઇ છે. 24 વર્ષીય યુવતી સાથે લંપટ સ્વામીએ બે વાર દુષ્કર્મ આચર્યુ હતુ.

યુવતીની માતાની સારવાર માટે રૂપિયા આપવાના બહાને સ્વામીએ યુવતી સાથે શારિરિક સબંધ બાંધ્યો હતો. યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ આચરનાર સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે.

જબરદસ્તી અને મજબુરીનો ફાયદો

સ્વામી દ્વારા તેની સાથે જબરદસ્તી અને મજબુરીનો ફાયદો ઉઠાવી તેની પર દુષ્કર્મ આચરતા યુવતીએ આખરે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સાથે સાથે પોલીસને તપાસમાં સ્વામીના રૂમ માંથી કોન્ડોમ મળી આવ્યા હતા. જેને યુવતીના પરિવારે પોલીસને બતાવ્યા હતા.

કતારગામ પોલીસે સ્વામી વિરુદ્ધ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. જ્યાં યુવતીનું મેડિકલ પરીક્ષણ માટે સુરતની સ્વિમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

mantavya 432 સુરત: લંપટસ્વામીએ મદદના બહાને યુવતી પર બે વાર આચર્યુ દુષ્કર્મ, રૂમમાંથી મળ્યા કોન્ડોમ

ત્યારે બીજી બાજુ સ્વામીની પાપ લીલાના સાબૂત એકઠા કરવા માટે કતારગામ પોલીસના એસીપી સહિતના સ્ટાફે મોડી રાત સુધી મંદિરની અંદર તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ પુરાવા સાથે કોઈ છેદ છાડ નહીં થઈ તે માટે પોલીસના જવાન પણ મુકી દેવામાં આવ્યા છે.

ટ્રસ્ટી જયેશ ગોયાનીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ સાધુ સમાજને બદનામ કરવાનું ષડયંત્ર છે. સાથે સાથે પોલીસને તપાસમાં પુરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે. તપાસના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

યુવતીના પિતાને હાર્ટની તકલીફ હોવાથી કામ-ધંધો કરી શકતા ન હતા. માતા સાડી પર સ્ટોન ચોંટાડવાનું કામ કરતી હતી પરંતુ તેને આંગળીમાં ફ્રેક્ચર હોવાથી કરી શકતી ન હતી.

યુવતી પણ સાડીમાં ધાગા તોડવાનું કરતી હતી, કામ છૂટી જતા એક મહિલાએ તેને સાધુ પૈસાની મદદ કરશે તેવી વાત કરી હતી. આ બાબતે મહિલાએ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુને વાત કરી હતી. મદદના બહાને બોલાવી સાધુએ તેને પીંખી હતી.

ફરિયાદના આધારે પોલીસે લંપટસ્વામીની અટકાયત કરી છે. ભોગ બનનાર યુવતીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી.આ મામલે ડીસીપી એસીપી સહિતનો કાફલો કતારગામ પોલીસસ્ટેશન પહોંચ્યો હતો..