Ahmedabad/ ધાબે રમતી 10 વર્ષની બાળકી સાથે છેડતી, ખૂણામાં લઈ જઈ પાડોશી યુવકે કર્યા અડપલા

અમદાવાદમાં યુવતીઓ સલામત હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ રોજ બરોજ અનેક છેડતીની ઘટનાઓ પ્રકાશમાં આવે છે..

Ahmedabad Gujarat
Makar 88 ધાબે રમતી 10 વર્ષની બાળકી સાથે છેડતી, ખૂણામાં લઈ જઈ પાડોશી યુવકે કર્યા અડપલા

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદમાં યુવતીઓ સલામત હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ રોજ બરોજ અનેક છેડતીની ઘટનાઓ પ્રકાશમાં આવે છે ત્યારે બહેરામપુરા વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે છેડતી તેમજ શારીરિક અડપલાની ઘટના પ્રકાશમાં આવી છે.

Makar 89 ધાબે રમતી 10 વર્ષની બાળકી સાથે છેડતી, ખૂણામાં લઈ જઈ પાડોશી યુવકે કર્યા અડપલા

માણેકચોકમાં ફ્રુટની લારી પર નોકરી કરતા યુવકની 10 વર્ષની દીકરી ધાબા પર રમતી હતી, ત્યારે પાડોશમાં રહેતા કિશન નામના યુવકે બાળકીને પકડી ખૂણામાં લઈ જઈ છાતીએ તેમજ અન્ય ભાગોએ અડપલા કર્યા હતા. આ ઘટનાથી ગભરાઈને બાળકીએ નીચે આવી રડતા રડતા માતાને જાણ કરી હતી, આ અંગે પિતાને જાણ કરતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાગડાપીઠ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરીને છેડતી કરનાર યુવકની અટકાયત કરી તેનો કોરોના રિપોર્ટ કરાવીને ધરપકડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, પકડાયેલો આરોપી કિશન પરમાર દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં કામ કરે છે. તેના ઘરે બાળકનો જન્મ થતા તે અમદાવાદમાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. કાગડાપીઠ પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો