Political/ દેશમાં ડેમોક્રેસી મરી રહી છે, છેલ્લા 6 વર્ષોમાં તમામ સંસ્થાઓ પર વ્યવસ્થિત રીતે હુમલા થઇ રહ્યા છે: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તમિલનાડુનાં તૂતૂકુડીમાં તેમના સમર્થકોને અભિવાદન કર્યુ હતુ.

India
Mantavya 27 દેશમાં ડેમોક્રેસી મરી રહી છે, છેલ્લા 6 વર્ષોમાં તમામ સંસ્થાઓ પર વ્યવસ્થિત રીતે હુમલા થઇ રહ્યા છે: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તમિલનાડુનાં તૂતૂકુડીમાં તેમના સમર્થકોને અભિવાદન કર્યુ હતુ. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, હાલની તમિળનાડુની સરકાર દિલ્હી સરકાર દ્વારા નિયંત્રિત છે. નરેન્દ્ર મોદી વિચારે છે કે, તમિલનાડુ એક ટેલિવિઝન છે અને તે એક રૂમમાં રીમોટ કંટ્રોલ સાથે બેસીને તમિલનાડુને નિયંત્રિત કરી શકે છે. અમે તેમની રીમોટ કંટ્રોલની બેટરી ફેંકવા જઇ રહ્યા છીએ.

આ પણ વાંચો – Political / કપિલ સિબ્બલે કોંગ્રેસને ગણાવી નબળી પાર્ટી, જાણોો શું છે કારણ?

આપને જણાવી દઇએ કે, રાહુલ ગાંધી અવાર-નવાર મોદી સરકાર પર ઘણા ભૂમિગત મુદ્દે સવાલો કરતા રહે છે અને તેમની આલોચના કરતા રહે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તમિલનાડુનાં તૂતૂકુડીમાં મીનાક્ષીપુરમમાં એક રોડ શો યોજ્યો હતો. તેમણે કહ્યું કે, “સરકાર દેશ અને તામિલનાડુનાં લોકોનું અપમાન કરી રહી છે. તેઓ તમિલ ભાષા, ઇતિહાસ અને સંસ્કૃતિનું અપમાન કરી રહ્યા છે. ભારત ઘણા વિચારો, ભાષાઓ અને પરંપરાઓનું એક સંઘ છે. બધાને માન આપવું જોઈએ.” ધર્મનિરપેક્ષતા એ આપણી સંસ્કૃતિ અને ઇતિહાસનો પાયો છે. આ દેશમાં ધર્મનિરપેક્ષતા પર હુમલો થઈ રહ્યો છે. આરએસએસ અને ભાજપ તેનું નેતૃત્વ કરી રહ્યા છે. તે માત્ર બંધારણ પર હુમલો નથી, પણ ઇતિહાસ અને સંસ્કૃતિ પર હુમલો છે. તેને રોકવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો – New Delhi / નીતિન ગડકરીના મંત્રાલયે કર્યું એવું મોટું કામ કે, તેમને મળશે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

તૂતૂકુડીમાં રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ચીને ભારતનાં કેટલાક વ્યૂહાત્મક વિસ્તારો કબજે કર્યા છે. તેમણે પહેલી વાર ડોકલામમાં આ વિચારને ટેસ્ટ કર્યો હતો કે અને જોયુ કે ભારતે પ્રતિક્રિયા આપી નથી. પછી તેણે તે વિચારને અરુણાચલનાં લદ્દાખમાં પુનરાવર્તિત કર્યો. જ્યારે સંસ્થાઓ વચ્ચેનું સંતુલન બગડે છે, ત્યારે રાષ્ટ્ર અશાંત થતુ હોય છે. છેલ્લા 6 વર્ષથી તમામ સંસ્થાઓ પર વ્યવસ્થિત રીતે હુમલો કરવામાં આવ્યો છે. દુઃખની વાત છે કે ભારતમાં લોકશાહી મરી ગઈ છે કારણ કે એક સંસ્થા આરએસએસ આપણા દેશનાં સંસ્થાકીય સંતુલનને બગાડી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ