Not Set/ તમિલનાડુ: તિરુચિરાપલ્લી મંદિરમાં સિક્કો લેવા મચી ભાગદોડ, 7ના મોત, અનેક ઘવાયા

તમિલનાડુ, તમિલનાડુમાં રવિવારે સવારે એક મંદિરમાં સિક્કા લેવા પહોંચેલા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી જતાં ચાર મહિલા સહિત સાત લોકો મૃત્યુ પામી ગયા. 10 અન્ય પણ ગંભીર રીતે ઘવાયા હતા.દુર્ઘટના તિરુચિરાપલ્લીથી લગભગ 45 કિમી દૂર મુથૈયાપલયમ ગામના કરુપન્ના સ્વામી મંદિરમાં સર્જાઈ હતી. પોલીસે જણાવ્યું કે ચિત્રા પૂર્ણામી પર્વના અવસરે પીદ્દિકાસુ એટલે કે મંદિરના સિક્કા વહેંચવા માટે મંદિરમાં […]

Top Stories India Trending
gah 6 તમિલનાડુ: તિરુચિરાપલ્લી મંદિરમાં સિક્કો લેવા મચી ભાગદોડ, 7ના મોત, અનેક ઘવાયા

તમિલનાડુ,

તમિલનાડુમાં રવિવારે સવારે એક મંદિરમાં સિક્કા લેવા પહોંચેલા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી જતાં ચાર મહિલા સહિત સાત લોકો મૃત્યુ પામી ગયા. 10 અન્ય પણ ગંભીર રીતે ઘવાયા હતા.દુર્ઘટના તિરુચિરાપલ્લીથી લગભગ 45 કિમી દૂર મુથૈયાપલયમ ગામના કરુપન્ના સ્વામી મંદિરમાં સર્જાઈ હતી.

stampede in Tamil Nadu temple; 7 killed | तामिळनाडूतील मंदिरात शिक्क्यासाठी चेंगराचेंगरी; 7 ठार

પોલીસે જણાવ્યું કે ચિત્રા પૂર્ણામી પર્વના અવસરે પીદ્દિકાસુ એટલે કે મંદિરના સિક્કા વહેંચવા માટે મંદિરમાં એક કાર્યક્રમ આયોજિત કરાયું હતું. જ્યારે પૂજારીએ સિક્કા વહેંચવાની શરૂઆત કરી તો અમુક લોકો સિક્કા લેવા માટે આગળની તરફ દોડ્યા અને જેનાથી નાસભાગ મચી ગઇ.

temple inside 201904226055 તમિલનાડુ: તિરુચિરાપલ્લી મંદિરમાં સિક્કો લેવા મચી ભાગદોડ, 7ના મોત, અનેક ઘવાયા

સિક્કા વિતરણ આ ઉત્સવનો ભાગ છે.સિક્કા લેવા માટે આજુબાજુના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. લોકો આ સિક્કા પોતાના કેશ બોક્સમાં રાખે છે.એવી માન્યતા છે કે તેનાથી સમૃદ્ધિ આવે છે. મંદિર તંત્ર સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે ભીડને નિયંત્રિત કરવા માટે પર્યાપ્ત સુરક્ષા ઉપાયો કરાયા જ નહોતા.