રાજકોટ/ મિનરલ વોટર પીતા લોકો સાવધાન! રાજકોટમાં પાણીની બોટલમાંથી નીકળી જીવાત

રાજકોટમાં ચાલી રહેલી મિનરલ વોટરની કંપનીઓ સામે સવાલ ઊભા થયા છે.

Top Stories Rajkot Gujarat
પાણીની બોટલમાંથી
  • રાજકોટ: મિનરલ પાણીની બોટલમાંથી જીવાત
  • પાણીની બોટલમાં જીવાત હોવાનો વીડિયો વાયરલ
  • મેક્સ બેવરેજીસ કંપની બિસ્ટર પાણીની બનાવે છે બોટલ

Rajkot News: રાજકોટમાં મિનરલ પાણીની બોટલમાંથી જીવાત નીકળી હોવાનો વીડિયો વાયરલ થયો છે. બિસ્ટર નામથી વેચાતી સિલ બંધ મિનરલ પાણીની બોટલમાં શંકાસ્પદ જીવાત દેખાતા ગ્રાહકે વીડિયો વાઇરલ કર્યો છે.

મેક્સ બેવરેજીસ નામની રાજકોટની કંપની બિસ્ટર પાણીની બોટલ બનાવે છે.મેક્સ બેવરેજીસને થોડા સમય પહેલા મનપાએ પાણીના નમૂના ફેલ થયા હોવાથી 8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો ત્યારે ફરી એકવાર રાજકોટમાં ચાલી રહેલી મિનરલ વોટરની કંપનીઓ સામે સવાલ ઊભા થયા છે.

ફરી એકવાર રાજકોટમાં ચાલી રહેલી મિનરલ વોટરની કંપનીઓ સામે સવાલ ઊભા થયા છે. થોડા સમય પહેલા પણ રાજકોટની મિનરલ પેકેજીંગ વોટર બનાવતી 2 કંપનીઓને યોગ્ય ગુણવત્તાનું પાણી ન આપતા હોવાથી લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 મિનરલ વોટર પીતા લોકો સાવધાન! રાજકોટમાં પાણીની બોટલમાંથી નીકળી જીવાત


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃઆણંદથી ઘરફોડ ચોરીઓને અંજામ આપતી ગેંગ ઝડપાઈ, રૂ.16.75 લાખની ચોરીની કબુલાત

આ પણ વાંચોઃ ખાતરની અછત સામે કોડીનારમાં ખેડૂતોની ખાતર માટે પડાપડી