Not Set/ જમ્મુ-કાશ્મીર/ પુલવામા એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, CRPF જવાન પણ શહીદ

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ચાલુ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ મંગળવારે બે આતંકીઓને ઠાર કર્યા છે. જો કે આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો છે. મંગળવારે વહેલી સવારે પુલવામા જિલ્લાના બંડજુ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. જવાનોને ગામમાં આતંકવાદીઓના છુપાયેલા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ આ વિસ્તારને ઘેરી લીધા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ […]

India
4d2bf5ef89ac440e745853fe5568b6e8 જમ્મુ-કાશ્મીર/ પુલવામા એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, CRPF જવાન પણ શહીદ
4d2bf5ef89ac440e745853fe5568b6e8 જમ્મુ-કાશ્મીર/ પુલવામા એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર, CRPF જવાન પણ શહીદ

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં ચાલુ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ મંગળવારે બે આતંકીઓને ઠાર કર્યા છે. જો કે આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો છે.

મંગળવારે વહેલી સવારે પુલવામા જિલ્લાના બંડજુ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. જવાનોને ગામમાં આતંકવાદીઓના છુપાયેલા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ આ વિસ્તારને ઘેરી લીધા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફાયરિંગ પણ શરૂ થયું હતું.

એન્કાઉન્ટરમાં સીઆરપીએફ જવાનને ગોળી વાગતાં તે ઘાયલ થયો હતો, જેનું બાદમાં મોત નીપજ્યું હતું. માનવામાં આવે છે કે હજુ પણ બે થી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે.

ભારતીય સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટર સ્થળ પરથી બે એકે-47 મળી આવી છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ પહેલા રવિવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષા દળો સાથેની એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરના જુનિમાર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમીના આધારે, સુરક્ષા દળોએ રવિવારે સવારે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

 

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.