Not Set/ મોબ લિંચિંગ વિરુદ્ધ અવાજ ઉઠાવતી હસ્તીઓ પર સંકટનાં વાદળો છવાયા, 50 લોકો વિરુદ્ધ નોંધાઇ FIR

જુલાઈમાં દેશનાં જુદા જુદા ક્ષેત્રની 50 અગ્રણી હસ્તીઓએ મોબ લિંચિંગ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખ્યો હતો. આ સાથે જ પીએમ મોદીને ખુલ્લો પત્ર લખનારા રામચંદ્ર ગુહા, મણિરત્નમ, અપર્ણા સેન સહિત 50 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસ બે મહિના પહેલા સ્થાનિક વકીલ સુધીર કુમાર ઓઝા દ્વારા દાખલ કરેલી અરજી […]

Top Stories India
fir filed against 49 film personalities for writing a letter to pm 5172170 m મોબ લિંચિંગ વિરુદ્ધ અવાજ ઉઠાવતી હસ્તીઓ પર સંકટનાં વાદળો છવાયા, 50 લોકો વિરુદ્ધ નોંધાઇ FIR

જુલાઈમાં દેશનાં જુદા જુદા ક્ષેત્રની 50 અગ્રણી હસ્તીઓએ મોબ લિંચિંગ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર લખ્યો હતો. આ સાથે જ પીએમ મોદીને ખુલ્લો પત્ર લખનારા રામચંદ્ર ગુહા, મણિરત્નમ, અપર્ણા સેન સહિત 50 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસ બે મહિના પહેલા સ્થાનિક વકીલ સુધીર કુમાર ઓઝા દ્વારા દાખલ કરેલી અરજી પર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીનાં આદેશ પર નોંધવામાં આવ્યો છે.

સુધીર કુમાર ઓઝાએ કહ્યું કે, તેમની અરજી સીજેએમ દ્વારા 20 ઓગષ્ટનાં રોજ સ્વીકારવામાં આવી હતી. આ પછી ગુરુવારે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી. ઓઝાનો આરોપ છે કે આ હસ્તીઓએ કથિત રીતે દેશ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબીને દૂષિત કરી દીધી છે. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે, આ કેસ આઈપીસીની સંબંધિત કલમોમાં નોંધવામાં આવ્યો છે. તેમાં રાજદ્રોહ, ઉપદ્રવ, શાંતિને ખલેલ પહોંચાડવાનાં હેતુથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાથી સંબંધિત કલમો લગાવવામાં આવી છે.

23 જુલાઇએ વડા પ્રધાનને એક ખુલ્લો પત્ર લખનારા 49 લોકોમાં મણી રત્નમ, અદૂર ગોપાલકૃષ્ણન, અનુરાગ કશ્યપ અને અપર્ણા સેન, કોંકણા સેન શર્મા, સૌમિત્ર ચેટર્જી જેવા ઘણા ફિલ્મ દિગ્દર્શકો અને અભિનેતાઓ શામેલ હતા. આ લોકોએ દેશમાં મોબ લિંચિંગની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, ડૉક્ટર અને સામાજિક કાર્યકર વિનાયક સેન, વિદ્વાન અને સમાજશાસ્ત્રી આશીષ નંદીનો સમાવેશ થાય છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.