Not Set/ મગન ઝાલાવાડિયા બોરી ઉચાપત કેસ, પી.આઇ બન્યા સરકારી ફરિયાદી

રાજકોટ, મગન ઝાલાવાડિયા સામે બોરીની ઉચાપતને મામલે રાજકોટ બી ડિવીઝનના પી.આઇ સરકારી ફરિયાદી બન્યા છે. ગોંડલના પીઆઇ કે એન રામાનુજે જણાવ્યુ હતુ કે, આર.એસ.ઠાકરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. પીઆઇ રામાનુજે જણાવ્યુ હતુ કે મગન ઝાલાવાડિયા અને ગુજકેટના અધિકારીઓની પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થયા છે. રામરાજ્ય જીનિંગ મિલમાં આગ લાગી ત્યારે ગોડાઉનમાં […]

Top Stories Rajkot
mantavya 28 મગન ઝાલાવાડિયા બોરી ઉચાપત કેસ, પી.આઇ બન્યા સરકારી ફરિયાદી

રાજકોટ,

મગન ઝાલાવાડિયા સામે બોરીની ઉચાપતને મામલે રાજકોટ બી ડિવીઝનના પી.આઇ સરકારી ફરિયાદી બન્યા છે. ગોંડલના પીઆઇ કે એન રામાનુજે જણાવ્યુ હતુ કે, આર.એસ.ઠાકરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

પીઆઇ રામાનુજે જણાવ્યુ હતુ કે મગન ઝાલાવાડિયા અને ગુજકેટના અધિકારીઓની પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થયા છે. રામરાજ્ય જીનિંગ મિલમાં આગ લાગી ત્યારે ગોડાઉનમાં 2955 મગફળીની બોરી અન્ય સ્થળ પર ખસેડવાનું જણાવી ઉચાપત કરવામાં આવી હતી.

કેટલાક અધિકારીઓ દ્વારા રૂપિયા 40 લાખ મોકલવામાં આવતા મગફળીનો જથ્થો સરખો કરી નાખવામાં આવ્યો હતો. ગોંડલ પોલીસ મથકમાં મગન ઝાલાવાડિયા વિરુદ્ધ ઉચાપત અંગે ફરિયાદ નોંધાવતા પી.આઈ રામાનુજ દ્વારા આઇપીસી કલમ 409, 120 બી મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ ઠાકર ના પૂછપરછ દરમિયાન મગન ઝાલાવાડિયા દ્વારા ગોંડલ રામરાજ્ય જીનિંગ મિલમાં આગ લાગે ત્યારે બાજુના ગોડાઉનમાં સલામત પડેલ 2955 મગફળી ની બોરી અન્ય સ્થળ પર ખસેડવાનું જણાવી ઉચાપત કરવામાં આવી હતી.

બાદમાં તપાસનું પર વધતા કેટલાક અધિકારીઓ દ્વારા રૂપિયા 40 લાખ મોકલાવાતા ફરી મગફળીનો જથ્થો સરખો કરી નાખવામાં આવ્યો હોય આવી કબુલાત આપતા પીઆઇ આર એસ ઠાકર દ્વારા ગોંડલ પોલીસ મથકમાં મગન ઝાલાવાડિયા વિરુદ્ધ ઉચાપત અંગે ફરિયાદ નોંધાવતા પી.આઈ રામાનુજ દ્વારા ipc કલમ 409, 120 બી મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

મગન ઝાલાવાડિયા દ્વારા મગફળીની બોરીની ઉચાપતમાં કેટલાક ગુજકોટના અધિકારીઓની પણ સંડોવણી હોય અને જો પોલીસ તપાસમાં ગુજકોટ ના અધિકારીઓ ના નામ ખુલશે તો તેઓના વિરૂદ્ધ પણ ગુનો નોંધાશે તેઓ ગોંડલ સિટી પોલીસના ઇન્સ્પેક્ટર રામાનુજ દ્વારા જણાવાયું છે