NDRF team/ ગેમઝોન દુર્ઘટનામાં NDRFની ટીમને ઘટનાસ્થળેથી અનેક વસ્તુઓ મળી

ઘટનાસ્થળેથી માનવ અવશેષો પણ મળી રહ્યા છે

Gujarat Rajkot
Beginners guide to 2024 05 26T183046.365 ગેમઝોન દુર્ઘટનામાં NDRFની ટીમને ઘટનાસ્થળેથી અનેક વસ્તુઓ મળી

Rajkot News : રાજકોટના નાના મોવા રોડ પર બનેલા TRP ગેમઝોનમાં લાગેલી ભીષણ આગનો આંકડો 30થી વધુ ઉપર પહોંચી ગયો છે.જેમાંથી 28 જણાના મૃતદેહ બળીને રાખ થઈ ગયેલી હાલતમાં મળ્યા હતા.તે સિવાય હીજપણ કેટલાક લોકોન પતો લાગ્યો નથી. બીજીતરફ NDRF ની ટીમ દ્વારા ગૂમ થયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે. જેને કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
NDRF ના સર્ચ ઓપરેશનમાં માનવ અવશેષો સાથે મૃતકોની ઘડિયાળ, વીંટી અને કડુ સહિતની ચીજ વસ્તુઓ મળી રહી છે. અનેક લોકોના બળીને કાખ થયેલા અવશેષો પણ મળી રહ્યા છે.
અત્યારસુધીમાં 30થી વધુ લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. જેમાં નાન બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. બીજીતરફ હજીપણ કેટલાક લોકોનો પતો લાગ્યો નથી. જેને પગલે NDRF સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જે અવશેષો મલી રહ્યા છે તેના દ્રશ્યો વિચલિત કરી નાંખે તેવા છે.
રાજકોટના પોલીસ કમિશનરે જેમ બને તેમ આરોપીઓની ધરપકડ થશે તથા પુરાવા એકઠા કરવાની કાર્યવાહી ચાલી રહી છે, એમ જણાવ્યું હતું. એફએસએલની ટીમ વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરવાની કામગીરી ચલાવી રહી છે.આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે અને અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે. મૃતકોની ઓળક માટે ડીએનએનાનમૂના ગાંધીનગર એફએસએલને મોકલવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો

આ પણ વાંચો: ગેમઝોનના પાર્ટનરો દ્વારા જરૂરી મંજુરી મુદ્દે પોલીસ કમિશનર થોથવાયા

આ પણ વાંચો: ગેમિંગ ઝોનમાં આગની ભયાનકતાનું કારણ પેટ્રોલ-ડીઝલનો જથ્થો

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં NOC વગર ધમધમી રહેલાં 6 ગેમ ઝોન કરાયા બંધ