Rajkot News: રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડને લઈને મોટા સમાચાર થયા છે. રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડને લઈને હાઇકોર્ટમાં સુનાવણી થશે. કોર્પોરેશન અને સરકારે તેમા જવાબ આપવો પડશે. સિટનો પ્રાથમિક રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનની કરુણાંતિકામાં અત્યાર સુધીમાં 27 લાપતા થયાના સમાચાર છે. અત્યાર સુધી 28 મૃતદેહો સિવિલ પહોંચ્યા છે અને 27 લાપતા છે. આ જોતાં સ્પષ્ટપણે રાજકોટ દુર્ઘટનાનો મૃત્યુઆંક સીધો 55 સ્પષ્ટ દેખાય છે.
રાજકોટ ટીઆરપી ઝોનમાં લાપતા થયેલાઓમાં જોઈએ તો નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (23 વર્ષ), પ્રકાશભાઈ નગીનદાસ પંચાલ (ગોંડલ), ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (15 વર્ષ), સુનિલ હસમુખભાઈ સિદ્ધપુરા (45 વર્ષ), વિરેન્દ્રસિંહ નિર્મલસિંહ જાડેજા (44 વર્ષ), દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (15 વર્ષ), અક્ષત કિશોરભાઈ ઘોલરિયા (24 વર્ષ), હરિતાબેન સાવલિયા 24 વર્ષ, ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (35 વર્ષ), ખ્યાતિબેન સાવલિયા (20 વર્ષ), કલ્પેશભાઈ બગડા, નિરવભાઈ રસિકભાઈ વેકરિયા (20 વર્ષ), વિશ્વરાજસિંહ જાડેજા (23 વર્ષ), સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, સત્યપાલસિંહ જાડેજા 17 વર્ષ, શત્રુઘ્નસિંહ ચુડાસમા 17 વર્ષ, જયંત ગોટેચા,સુરપાલસિંહ જાડેજા, નમનજીતસિંહ જાડેજા, મિતેશ બાબુભાઈ જાદવ (25 વર્ષ), ઓમદેવસિંહ ચુડાસમા (35 વર્ષ), વિરેન્દ્રસિંહ, કાથડ આશાબેન ચંદુભાઈ (18 વર્ષ), રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (12 વર્ષ), રમેશકુમાર નસ્તારામ, સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, મોનુ કેશવ ગૌર (17 વર્ષ)નો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે ગેમ ઝોનની આગની ઘટનાની તપાસ માટે સિટની તપાસના આદેશ આપ્યા છે. આ માટે પાંચ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં પાંચ અધિકારીઓની ટીમ કેસની તપાસ કરશે. સીએમ ભુપેન્દ્ર પટેલે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે રાજકોટમાં ગેમ ઝોનની આગની ઘટનામાં શહેરના વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરામાં શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો
આ પણ વાંચો: ગેમઝોનના પાર્ટનરો દ્વારા જરૂરી મંજુરી મુદ્દે પોલીસ કમિશનર થોથવાયા
આ પણ વાંચો: ગેમિંગ ઝોનમાં આગની ભયાનકતાનું કારણ પેટ્રોલ-ડીઝલનો જથ્થો
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં NOC વગર ધમધમી રહેલાં 6 ગેમ ઝોન કરાયા બંધ