T-20 criket/ ટીમ ઇન્ડિયાની જીત, ટીમ ઇન્ડિયાની બોલિંગ સામે ઇંગ્લેન્ડના બેટ્સમેન નતમસ્તક, ભારતે 3-2 થી સીરીજ કરી કબ્જે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે મોટેરા નાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સિરીઝની પાંચમી અને અંતિમ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા 36 રને ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત મેળવી છે. સીરીઝના પાંચમી અને અંતિમ મેચ એક સમયે ભારત ના હાથમાંથી નીકળતી દેખાઈ રહી હતી. પરંતુ બોલરોનાં શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઇન્ડિયાએ આ મેચમાં ૩૬ […]

Top Stories Sports
WhatsApp Image 2021 03 20 at 205913jpeg 1 ટીમ ઇન્ડિયાની જીત, ટીમ ઇન્ડિયાની બોલિંગ સામે ઇંગ્લેન્ડના બેટ્સમેન નતમસ્તક, ભારતે 3-2 થી સીરીજ કરી કબ્જે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે મોટેરા નાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સિરીઝની પાંચમી અને અંતિમ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા 36 રને ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત મેળવી છે.

સીરીઝના પાંચમી અને અંતિમ મેચ એક સમયે ભારત ના હાથમાંથી નીકળતી દેખાઈ રહી હતી. પરંતુ બોલરોનાં શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઇન્ડિયાએ આ મેચમાં ૩૬ રને વિજય મેળવ્યો છે

પાંચમી અને અંતિમ મેચ ની શરૂઆતમાં ઇંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. જે ટીમ ઇન્ડિયા માટે ફાયદાકારક સાબિત થયું હતું. શરૂઆતથી જ ટીમ ઇન્ડિયાના બેટ્સમેન ઇંગ્લેન્ડના બોલર  પર હાવી દેખાઈ રહ્યા હતા.

ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને માત આપી સતત છઠ્ઠીવાર સીરીઝ કબજે કરી છે. આ પાંચમી અને અંતિમ મેચ ની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ માત્ર 52 બોલમાં 80 રનની તોફાની બેટિંગ કરી ટીમ  ઈન્ડિયા નાં સ્કોર ને 200 પાર પહોંચાડ્યો હતો.