Not Set/ કોંગ્રેસની સરકારને જે લાત મારવા માંગે છે અમે તેનુ સ્વાગત કરીએ છીએ : રાજસ્થાન ભાજપ અધ્યક્ષ

કોરોના સંકટકાળમાં પણ રાજનીતિક પાર્ટીઓ ચૂંટણીને લઇને રાજકારણ કરતી જોવા મળી રહી છે. દેશનો અસલ કોરોના મહામારી મુદ્દો જાણે કોઇ મહત્વનો જ નથી તેમ રાજ્યસભાની ચૂંટણીને લઇને અલગ-અલગ પક્ષ ઉચા લેવલનું રાજકારણ કરી રહ્યા છે. આરોપ પ્રત્યારોપ વચ્ચે રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો સીધો આરોપ લગાવ્યો હતો. આ પછી રાજસ્થાન ભાજપ […]

India
ccf49f68f8a3d193507d313035dd9a25 કોંગ્રેસની સરકારને જે લાત મારવા માંગે છે અમે તેનુ સ્વાગત કરીએ છીએ : રાજસ્થાન ભાજપ અધ્યક્ષ
ccf49f68f8a3d193507d313035dd9a25 કોંગ્રેસની સરકારને જે લાત મારવા માંગે છે અમે તેનુ સ્વાગત કરીએ છીએ : રાજસ્થાન ભાજપ અધ્યક્ષ

કોરોના સંકટકાળમાં પણ રાજનીતિક પાર્ટીઓ ચૂંટણીને લઇને રાજકારણ કરતી જોવા મળી રહી છે. દેશનો અસલ કોરોના મહામારી મુદ્દો જાણે કોઇ મહત્વનો જ નથી તેમ રાજ્યસભાની ચૂંટણીને લઇને અલગ-અલગ પક્ષ ઉચા લેવલનું રાજકારણ કરી રહ્યા છે. આરોપ પ્રત્યારોપ વચ્ચે રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે આજે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો સીધો આરોપ લગાવ્યો હતો. આ પછી રાજસ્થાન ભાજપ અધ્યક્ષ સતિષ પુનિયાએ તેનો વળતો જવાબ આપ્યો છે.

રાજસ્થાનનાં ભાજપ અધ્યક્ષ સતિષ પુહનિયાએ કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી હુ જોઇ રહ્યો છુ મુખ્યમંત્રી અર્થવિહિન વાતો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય નાટક ચાલી રહ્યું છે અને ખુદ સીએમ તેમાં વ્યસ્ત છે. જે માણસ જવાબદાર પદ પર છે તે આવી બકવાસ વાતો કરે રહ્યા છે. રાજસ્થાન ભાજપ અધ્યક્ષે કહ્યું, ‘છેલ્લા કેટલાક સમયથી હું જોઈ રહ્યો છું કે માનસિક રીતે કોઇ વ્યક્તિ અસંતુલિત થઇ જાય છે, તેઓ તેવી જ રીતે બોલી રહ્યા છે. તેમના નિવેદનોથી એક રોષ, નિરાશા અને હતાશા પ્રતિબિંબિત થઇ રહી છે.

સતીષ પૂનીયાએ કહ્યું કે, કોંગ્રેસનો કોઈ પણ ધારાસભ્ય અમારા સંપર્કમાં નથી, જે ભાજપમાં જોડાવા માંગે છે, જે પીએમ મોદીની નીતિઓમાં વિશ્વાસ કરે છે, જે કોંગ્રેસની સરકારને લાત મારવા માંગે છે, અમે તેનું સ્વાગત કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે કહ્યું હતું કે, કોંગ્રેસનાં બંને ઉમેદવારો રાજસ્થાનથી રાજ્યસભા બેઠક જીતશે અને તેમાં કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ. આ સાથે તેમણે ભાજપ અને તેના હાઈકમાન્ડ પર આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાનમાં સરકારને તોડવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.