Not Set/ અક્ષર પટેલ લીધું જાડેજાનું સ્થાન, ત્રીજી ટેસ્ટ મેચમાં કરશે ડેબ્યુ

શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ ICC ના નિયમોનું ઉલ્લઘન કરતા એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. BCCI ધ્વારા આજે રવીન્દ્ર જાડેજાની જગ્યાએ ભારતીય ટીમમાં ગુજરાતના અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. અક્ષર પટેલે ભારતીય ‘A’ ટીમ તરફથી દક્ષિણ આફ્રિકામાં ત્રિકોણીય જંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. […]

Sports
અક્ષર પટેલ લીધું જાડેજાનું સ્થાન, ત્રીજી ટેસ્ટ મેચમાં કરશે ડેબ્યુ

શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ ICC ના નિયમોનું ઉલ્લઘન કરતા એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. BCCI ધ્વારા આજે રવીન્દ્ર જાડેજાની જગ્યાએ ભારતીય ટીમમાં ગુજરાતના અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. અક્ષર પટેલે ભારતીય ‘A’ ટીમ તરફથી દક્ષિણ આફ્રિકામાં ત્રિકોણીય જંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે રવિન્દ્ગ જાડેજાએ બીજી ટેસ્ટ મેચમાં ICC ના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જેને પગલે ICC એ જાડેજા પર એક ટેસ્ટ મેચ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેને જોતા ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઇન્ડિયામાં ગુજરાતના સ્ટાર સ્પીનર અક્ષર પટેલ પર પોતાની પસંદગી ઉતારી છે. જો કે અક્ષર પટેલ આ વખતે ટેસ્ટમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરશે. હજુ સુધી અક્ષર પટેલે ટીમ ઇન્ડિયા માટે 30 વન ડે મેચ રમી છે. જેમાં તેને 170 રન કર્યા છે. તો 35 વિકેટ ઝડપી છે. જ્યારે 7 ટી 20 મેચ રમી છે. જેમાં 7 વિકેટ ઝડપી છે.