back to home/ ..તો આ કારણે ક્રિકેટર કુમાર કાર્તિકેય નવ વર્ષ પછી ઘરે પરત ફર્યો..જાણો

મધ્યપ્રદેશ અને મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટર કુમાર કાર્તિકેયે બુધવારે ખુલાસો કર્યો હતો કે તે નવ વર્ષ અને ત્રણ મહિના પછી તેના પરિવારને મળ્યો છે

Top Stories Sports
5 4 ..તો આ કારણે ક્રિકેટર કુમાર કાર્તિકેય નવ વર્ષ પછી ઘરે પરત ફર્યો..જાણો

મધ્યપ્રદેશ અને મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટર કુમાર કાર્તિકેયે બુધવારે ખુલાસો કર્યો હતો કે તે નવ વર્ષ અને ત્રણ મહિના પછી તેના પરિવારને મળ્યો છે.  કાર્તિકેયે કહ્યું કે  લાંબા સમય પછી તેના પ્રિયજનો સાથે હોવા અંગેની લાગણી વ્યક્ત  કરી શકતો નથી. 24 વર્ષીય યુવાને પોતાની ખુશી વ્યક્ત કરવા માટે ટ્વિટર પર તેની માતા સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેની સાથે લખ્યું છે કે, “મારા પરિવાર અને મમ્મી સાથે 9 વર્ષ અને 3 મહિના પછી.  હું મારી લાગણીઓ વ્યક્ત કરવામાં અસમર્થ છું.

નોંધનીય છે કે કાર્તિકેયે પહેલા કહ્યું હતું કે તે જીવનમાં કંઈક બનીને જ ઘરે પરત ફરશે. તેણે કહ્યું કે તે 2022 ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) પૂર્ણ થયા બાદ ઘરે જશે જ્યાં તેણે ડેબ્યૂ કર્યું હતું. જ્યારે હું જીવનમાં કંઈક હાંસલ કરું ત્યારે જ મેં ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું. મારા મમ્મી-પપ્પા મને વારંવાર બોલાવતા હતા, પણ હું પ્રતિબદ્ધ હતો.  અંતે હવે હું ઘરે પાછો આવ્યો છું. મારા કોચ સંજય સરે મધ્યપ્રદેશ માટે મારું નામ સૂચવ્યું. પહેલા વર્ષે મારું નામ અંડર-23 ટીમમાં સ્ટેન્ડબાય પ્લેયર તરીકે આવ્યું લિસ્ટમાં મારું નામ જોઈને મને ઘણી રાહત થઈ.

નોંધનીય છે કે આ બોલરે 2018 માં પરંપરાગત ડાબા હાથની સ્પિન બોલિંગ કરીને તેની પ્રથમ-વર્ગની શરૂઆત કરી હતી, પરંતુ IPL 2022 ની મધ્યમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને સાઈન કર્યો ત્યાં સુધી તેણે ડાબા હાથના કાંડા સ્પિનનો ઉપયોગ વિવિધ ફેરફારો સાથે કર્યો. તેણે 30 એપ્રિલે DY પાટિલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈની મેચમાં IPLમાં પ્રવેશ કર્યો હતો. ચાર મેચમાં તેણે 7.85ના ઈકોનોમી રેટથી પાંચ વિકેટ લીધી હતી.

IPLએ કાર્તિકેયને ઓળખ આપી હશે, પરંતુ તેની કારકિર્દીનો પરાકાષ્ઠા ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં આવ્યો જ્યારે તેણે તેના ડાબા હાથની સ્પિન સાથે તેણે મધ્યપ્રદેશને પ્રથમ રણજી ટ્રોફી ખિતાબ જીતાડ્યો. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મુંબઈ સામેની ફાઇનલમાં કાર્તિકેયે બીજી ઇનિંગ્સમાં ચાર સહિત પાંચ વિકેટ ઝડપી હતી. તેણે સિઝનમાં 32 વિકેટ લીધી હતી અને તે સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં બીજા ક્રમે હતો.